NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ક્લિક કરીને વાંચો શુક્રવારનું સંપૂર્ણ રાશિફળ

ક્લિક કરીને વાંચો શુક્રવારનું સંપૂર્ણ રાશિફળ

 | 6:30 pm IST

મેષ : મૂંઝવણોના ઝંઝાવાતોમાંથી બહાર આવી શકશો. કોઈ સફળતાની આશા રહે. મિત્રોની મદદ રહે.
વૃષભ : આપના વિરોધીના હાથ હેઠાં પડતાં લાગે. મહત્વની મુલાકાત ફળદાયી નીવડે. સંપત્તિના કામ થાય.
મિથુન : ધીરજની કસોટી થતી લાગે. આપની ઉતાવળ કામ લાગે નહીં. સંજોગો જોઈ સમજીને ચાલવું હિતાવહ.
કર્ક : આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિલન-મુલાકાત ફળદાયી નીવડે. ગૃહજીવનમાં સંવાદિતા સાધી શકશો.
સિંહ : આપની સામાજિક અને વ્યાવસાયિક બાબતો અંગે સંજોગો સુધરતા લાગે. ખર્ચનો પ્રસંગ. તબિયત અંગે ચિંતા.
કન્યા : લાભ યા સફળતા અટકતી લાગે. વધુ પ્રયત્નો જરૃરી બને. અકસ્માત-ઇજાથી સાવધ રહેવું પડે.
તુલા : આપની અગત્યની કામગીરીઓમાં વિલંબ-વિઘ્ન બાદ પ્રગતિ જણાય. કૌટુંબિક ક્લેશ ટાળજો.
વૃશ્ચિક : આપના માર્ગ આડેના કોઈ અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો લાગે. ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.
ધન : તણાવમુક્તિ અને ચિંતા હળવી કરવાના આધ્યામિક-યૌગિક વ્યવહાર ફળે. નાણાભીડનો ઉપાય મળે.
મકર : આર્થિક તંગીનો ઉપાય મળે. સ્વજનનો સાથ-સહકાર મળે. સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા.
કુંભ : ધાર્યાં કામકાજ આડે કોઈ અંતરાય હશે તો તેને હલ કરવાનો માર્ગ મળે. લાભની તક. સ્નેહીથી મિલન.
મીન : આપના વિરોધીના હાથ હેઠાં પડતાં જણાશે. ફતેહની તક. કુદરતી મદદ મળે. સંતાનના કામ થાય.

પંચાંગ

પંચક, ત્રિલોકનાથ અષ્ટમી (બંગાલ), સૂર્ય-રાહુનો કેન્દ્રયોગ, ચંદ્ર-રાહુનું ઓપોઝિશન
વિક્રમ સંવત : ૨૦૭૩, વૈશાખ વદ આઠમ, શુક્રવાર, તા. ૧૯-૫-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૫-૫૯ ૬-૪૭ ૧૯-૧૩

દિવસનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. લાભ, ૩. અમૃત, ૪. કાળ, ૫. શુભ, ૬. રોગ, ૭. ઉદ્વેગ, ૮. ચલ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. રોગ, ૨. કાળ, ૩. લાભ, ૪. ઉદ્વેગ, ૫. શુભ, ૬. અમૃત, ૭. ચલ, ૮. રોગ.

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૯-વૈશાખ.
પારસી માસ : દએ.
રોજ : ૬-ખોરદાદ.
મુસ્લિમ માસ : શાબાન.
રોજ : ૨૨.
દૈનિક તિથિ : વદ આઠમ ક. ૧૮-૧૧ સુધી.
ચંદ્ર નક્ષત્ર : ધનિષ્ઠા ક. ૧૦-૪૮ સુધી પછી શતતારા.
ચંદ્ર રાશિ : કુંભ (આખો દિવસ).
જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.).
કરણ : બાલવ/કૌલવ/ તૈતિલ.
યોગ : ઐંદ્ર ક. ૨૦-૩૮ સુધી પછી વૈધૃતિ.

વિશેષ પર્વ : પંચક. * સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ. * ત્રિલોકનાથ અષ્ટમી (બંગાલ). * ખગોળ : ચંદ્ર શૂન્ય શર. હવે દક્ષિણ થશે. * ચંદ્ર-રાહુનું ઓપોઝિશન. * સૂર્ય-રાહુનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : જરૃર જણાય ત્યાં હળખેડ તથા પશુઓની લેવડદેવડ માટે આખો દિવસ શુભ ગણાય. ગંજબજારનો અભ્યાસ કરી માલ ખરીદી માટે અનુકૂળ. સવારે ક. ૧૦-૨૮ સુધી બાગાયત-વાવણી- રોપણી તથા કાપણી, લણણી, નીંદામણ માટે શુભ. ચંદ્ર-રાહુનું ઓપોઝિશન બાગાયતમાં ફળઝાડને ક્ષણિક નુકસાન સૂચવે છે. સૂર્ય-રાહુનો કેન્દ્રયોગ ગંજબજારમાં કઠોળમાં સુધારા તરફી યોગને પ્રોત્સાહન આપી શકે છે. રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦