NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જાણો એકાદશીનો લાભ કઈ રાશિને થશે જાણવા વાંચો રાશિફળ

જાણો એકાદશીનો લાભ કઈ રાશિને થશે જાણવા વાંચો રાશિફળ

 | 5:50 pm IST

મેષ : સાનુકૂળતા અને પ્રસન્નતા અનુભવાય. ચિંતા-અશાંતિ દૂર થાય. મિલન-મુલાકાતથી લાભ જણાય.
વૃષભ : પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ગૃહજીવનમાં સમાધાન કારગત નીવડે. વિઘ્ન દૂર થાય. આરોગ્ય ટકાવી શકશો.
મિથુન : સામાજિક કાર્ય સફળ બને. નોકરી-ધંધામાં વિલંબ વધતો લાગે. નાણાભીડનો ઉપાય વિલંબથી મળતો લાગે.
કર્ક : આપની ધારેલી યોજનાને આગળ વધારવા સમાધાનકારી વલણ જરૃરી માનજો. નાણાભીડ અવરોધ દૂર થાય. વ્યાવસાયિક લાભ મળે.
સિંહ : આપના મનની મૂંઝવણનો ઉકેલ મળતો જણાય. સ્નેહીનો સહકાર. નાણાભીડ દૂર થાય. પ્રવાસ સફળ નીવડે.
કન્યા : આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય. કૌટુંબિક સંવાદિતા સર્જી લેજો. નોકરિયાતને સાનુકૂળતા જણાય.
તુલા : વધુ ને વધુ પ્રયત્નો બાદ આપનું કામ થતું જણાય. નિરાશા દૂર થતી જણાય. મહત્વની મુલાકાત આગળ વધે.
વૃશ્ચિક : આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો. ગૃહવિવાદ ટાળજો. પ્રવાસ સફળ તથા મજાનો નીવડે.
ધન : યોગ્ય આયોજન અને વ્યવસ્થા દ્વારા આપ સફળતાનો માર્ગ તૈયાર કરી શકશો. પ્રગતિની તક મળે તે ઝડપી લેજો.
મકર : મનની મુરાદ મનમાં રહેતી લાગે. ચિંતાનાં વાદળ દૂર થાય. સ્વજન-પ્રિયજનથી મિલન-મુલાકાત સફળ થાય.
કુંભ : આપની હાથ ધરેલી કામગીરીને આગળ વધારી શકશો. મંૂઝવણનો ઉકેલ સાંપડતો જણાય. નોકરિયાતને લાભ.
મીન : આપની ગૃહજીવનની બાબતો ગૂંચવાતી જણાય. આવક વધારવા મહેનત વધારવી પડે. સંતાનના પ્રશ્નો મૂંઝવે.

પંચાંગ

યોગિની એકાદશી, વક્રી શનિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, અમૃતસિદ્ધિ યોગ ક. ૧૫-૪૩ સુધી
વિક્રમ સંવત : ૨૦૭૩, જેઠ વદ એકાદશ, મંગળવાર, તા. ૨૦-૬-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૫-૫૬ ૬-૪૪ ૧૯-૨૬

દિવસનાં ચોઘડિયાં : ૧. રોગ, ૨. ઉદ્વેગ, ૩. ચલ, ૪. લાભ, ૫. અમૃત, ૬. કાળ, ૭. શુભ, ૮. રોગ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. લાભ, ૩. ઉદ્વેગ, ૪. શુભ, ૫. અમૃત, ૬. ચલ, ૭. રોગ, ૮. કાળ.

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૩૦-જ્યેષ્ઠ.
પારસી માસ : બહમન.
રોજ : ૮-દેપાદર.
મુસ્લિમ માસ : રમજાન.
રોજ : ૨૪.
દૈનિક તિથિ : વદ એકાદશી ક. ૨૨-૨૯ સુધી.
ચંદ્ર નક્ષત્ર : અશ્વિની ક. ૧૫-૪૩ સુધી પછી ભરણી.
ચંદ્ર રાશિ : મેષ (આખો દિવસ).
જન્મ નામાક્ષર : મેષ (અ.લ.ઈ.).
કરણ : બવ/બાલવ/ કૌલવ.
યોગ : અતિગંડ ક. ૧૮-૦૨ સુધી પછી સુકર્મા.

વિશેષ પર્વ : યોગિની એકાદશી. ઈષ્ટદેવને-ઠાકોરજીને સાકર ધરાવવાનો મહિમા. * અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી ક. ૧૫-૪૩ સુધી. * શનિ વક્રી ગતિથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ ક. ૨૮-૪૨થી. * સ્વામિનારાયણ સંપ્રદાય નીલકંઠ વર્ણી અને સહજાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ પીપલાણા મુકામે સંવત ૧૮૫૬ (ઈ.સ. ૧૮૦૦)માં થયો. * કૃષિ જ્યોતિષ : રોજિંદા પરચૂરણ કામકાજ તથા યંત્ર-ઓજાર- સાધનોની મરામત-માવજત માટે અનુકૂળ. ગંજબજારનો અભ્યાસ કરી માલ વેચાણ તથા માલ ખરીદી અંગે આયોજન ગોઠવી શકાય. આજથી વક્રી શનિ વૃશ્ચિક રાશિમાં આવે છે તે જળતત્વને પ્રભાવિત કરી શકે છે. રાહુકાળ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦