ક્લિક કરીને વાંચી લો શનિવારનું સંપૂર્ણ રાશિફળ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ક્લિક કરીને વાંચી લો શનિવારનું સંપૂર્ણ રાશિફળ

ક્લિક કરીને વાંચી લો શનિવારનું સંપૂર્ણ રાશિફળ

 | 7:00 pm IST

મેષ : ધીરજની કસોટી થતી લાગે. વિલંબથી કાર્ય થતું જણાય. ખર્ચ-વ્યયનો પ્રસંગ. મિત્રો ઉપયોગી થાય.
વૃષભ : મનદુ:ખનો પ્રસંગ ટાળજો. પ્રગતિકારક કાર્યરચના અને પ્રસન્નતાનો અનુભવ. પ્રવાસ અંગે ખર્ચ રહે.
મિથુન : માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. સામાજિક પ્રસંગથી આનંદ જણાય. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
કર્ક : નિરાશા દૂર થાય. કામકાજ અંગે વધુ મહેનત જરૂરી. ભાગીદાર-મિત્રથી મતભેદ ટાળજો. સંતાનના પ્રશ્નો મૂંઝવે.
સિંહ : આપના પ્રયત્નો ફળદાયી નીવડતાં જણાય. વાદ-વિવાદ અટકાવજો. મિત્ર-ભાગીદારથી મતભેદ-વિવાદ ટાળજો.
કન્યા : આપની મનની ચિંતા દૂર થાય. તબિયત સાચવવી પડે. ખર્ચ-વ્યયનો પ્રસંગ અટકાવવો પડે. મિલન-મુલાકાત.
તુલા : મહત્વના કામકાજ અંગેના પ્રયત્નો વધારવા પડે. ધાર્યું વિલંબથી થતું જણાય. મહત્વના કામકાજ આગળ વધે.
વૃશ્ચિક : સામાજિક કામકાજ માટે સાનુકૂળતા. સ્નેહીથી મિલન. પ્રગતિકારક કાર્યરચના. મહત્વની મુલાકાતથી લાભ.
ધન : ચિંતા-અશાંતિનાં વાદળ વિખેરાતાં જણાય. કાર્યલાભ વિલંબિત લાગે. સ્વજનનો સાથ-સહકાર મળે.
મકર : આપના હાથ ધરેલા કાર્ય અંગે પ્રગતિકારક તક-મદદ મેળવી શકશો. વિરોધીના હાથ હેઠાં પડતાં જણાય.
કુંભ : આપની મનની મુરાદ મનમાં રહેતી લાગશે. વ્યાવસાયિક પ્રશ્ન મૂંઝવે. તબિયત સુધરતી લાગે.
મીન : આપના કૌટુંબિક પ્રશ્નો પર વધુ ધ્યાન આપજો. નાણાકીય તંગીનો ઉપાય મળે. તબિયત સુધરતી જણાય.

પંચાંગ

પંચક, સૂર્ય સાયન મિથુન રાશિમાં ક. ૨૬-૦૨થી, ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ
વિક્રમ સંવત : ૨૦૭૩, વૈશાખ વદ નવમી, શનિવાર, તા. ૨૦-૫-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૫-૫૮ ૬-૪૬ ૧૯-૧૪

દિવસનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. શુભ, ૩. રોગ, ૪. ઉદ્વેગ, ૫. ચલ, ૬. લાભ, ૭. અમૃત, ૮. કાળ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. ઉદ્વેગ, ૩. શુભ, ૪. અમૃત, ૫. ચલ, ૬. રોગ, ૭. કાળ, ૮. લાભ..

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૩૦-વૈશાખ.
પારસી માસ : દએ.
રોજ : ૭-અમરદાદ.
મુસ્લિમ માસ : શાબાન.
રોજ : ૨૩.
દૈનિક તિથિ : વદ નવમી ક. ૧૭-૫૨ સુધી.
ચંદ્ર નક્ષત્ર : શતતારા ક. ૧૧-૨૪ સુધી પછી પૂર્વા ભાદ્રપદ.
ચંદ્ર રાશિ : કુંભ ક. ૨૯-૧૯ (રવિવારે પરોઢે ક. ૫-૧૯) સુધી પછી મીન.
જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.), મીન (દ.ચ.ઝ.થ.).
કરણ : તૈતિલ/ગર/વણિજ/ વિષ્ટિ.
યોગ : વૈધૃતિ ક. ૧૯-૧૭ સુધી પછી વિષ્કુંભ.

વિશેષ પર્વ : પંચક. * સૂર્ય સાયન મિથુન રાશિમાં પ્રવેશ ક. ૨૬-૦૨થી. * ખગોળ : ચંદ્ર-નેપ્ચ્યૂનની યુતિ. * ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : રોજિંદા પરચૂરણ કામકાજ તથા યંત્ર-ઓજાર- મશીનરીની મરામત-માવજત માટે અનુકૂળ દિવસ. ગંજબજારનો અભ્યાસ કરી માલ ખરીદી તથા માલ વેચાણ બાબતે આયોજન ગોઠવી શકાય. આજથી સાયન મિથુન રાશિમાં સૂર્યનો પ્રવેશ એટલે ગ્રીષ્મ ઋતુનો ઉત્તરાર્ધ શરૂ થાય છે. આંબાવાડી-બાગાયતમાં વિશેષ કાળજી રાખવી. ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ ઘઉં-ચણામાં સુધારા તરફી યોગ સૂચવે છે. રાહુકાળ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦