સોમવાર કઈ રાશિને ફળશે અને કોને થશે નુકસાન જાણો રાશિફળ વાંચીને

મેષ : આપનાં કાર્યો આડેના વિઘ્નોને પાર કરી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા રહે. નાણાભીડનો અનુભવ થાય. પ્રવાસ સફળ નીવડે.
વૃષભ : માનસિક હતાશામાંથી બહાર આવી શકશો. કૌટુંબિક કામ સફળ થાય. મહત્વની મુલાકાત ફળદાયી નીવડે. આરોગ્ય કેર લેવી પડે.
મિથુન : આપના પ્રયત્નોનું ફળ ચાખી શકશો. ધીરજની કસોટી થતી જણાય. પ્રવાસ સફળ નીવડે. મિત્રો ઉપયોગી થાય.
કર્ક : લાભદાયી સંજોગોનો ઉપયોગ કરી શકશો. કૌટુંબિક પ્રશ્નો હલ થાય. સ્નેહીથી મિલન-મુલાકાત. વ્યાવસાયિક કામ સફળ થાય.
સિંહ : આપના મનની મૂંઝવણ દૂર થાય. લાભની આશા સફળ થતી જણાય. પ્રવાસ મજાનો નીવડે. ભાગીદારથી મતભેદ ટાળવો.
કન્યા : આત્મવિશ્વાસ, દૃઢતા, હિંમતના ગુણ જરૂર કામ લાગે. પ્રવાસ-મુલાકાત ફળદાયી બને. સંપત્તિના કામ આગળ વધે.
તુલા : સમયનો સાથ મેળવી શકશો અને આપા મનની મુરાદોને બર લાવવા પ્રયત્નો ચાલુ કરી દેજો. પ્રવાસ મજાનો જણાય.
વૃશ્ચિક : આપના પ્રયત્નો ફળદાયી બનતાં જણાય. ખર્ચ-ખરીદી પર અંકુશ રાખજો. તબિયત સુધરતી જણાય. સંતાનના પ્રશ્નો હલ થાય.
ધન : સ્વજનોથી મતભેદ ટાળજો. તેનાથી તમે સંવાદિતા સર્જી શકશો. લાભ કરતાં વ્યય વધવાનો સંભવ. કસ્માતથી સાવધ રહેવું.
મકર : આપની માનસિક સ્વસ્થતાને ટકાવી લેજો. પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ખર્ચનો પ્રસંગ સર્જાય. સંપત્તિના કામ થાય.
કુંભ : આપના મહત્વના કામકાજ અંગે કોઈની મદદ આવી મળે. નવા સંબંધો ઉપયોગી બને. નાણાભીડનો ઉકેલ શોધી શકશો.
મીન : સમય વર્તે સાવધાન એ ઉક્તિને અનુસરવાથી કષ્ટ અટકે. નાણાકીય મૂંઝવણનો ઉકેલ મળે. બીમારીને દૂર રાખી શકશો.
પંચાંગ
વાસંતી દુર્ગાપૂજા શરૂ (બંગાલ), જૈન આયંબીલ ઓળી-અઠ્ઠાઈ શરૂ, ભાખર આગિયા વીરનો મેળો
વિક્રમ સંવત : ૨૦૭૩, ચૈત્ર સુદ સાતમ. સોમવાર, તા. ૩-૪-૨૦૧૭.
સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૩૨ ૭-૨૦ ૧૮-૫૪
દિવસનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. કાળ, ૩. શુભ, ૪. રોગ, ઉદ્વેગ, ૬. ચલ, ૭. લાભ, ૮. અમૃત.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. રોગ, ૩. કાળ, ૪. લાભ, ૫. ઉદ્વેગ, ૬. શુભ, ૭. અમૃત, ૮. ચલ.
વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૧૩-ચૈત્ર.
પારસી માસ : આવાં.
રોજ : ૨૦-બેહરામ.
મુસ્લિમ માસ : રજ્જબ.
રોજ : ૫.
દૈનિક તિથિ : સુદ સાતમ ક. ૧૩-૦૪ સુધી.
ચંદ્ર નક્ષત્ર : આર્દ્રા ક. ૨૩-૫૯ સુધી પછી પુનર્વસુ.
ચંદ્ર રાશિ : મિથુન (આખો દિવસ).
જન્મ નામાક્ષર : મિથુન (ક.છ.ઘ.).
કરણ : વણિજ/વિષ્ટિ/ બવ.
યોગ : શોભન ક. ૧૮-૨૯ સુધી પછી અતિગંડ.
વિશેષ પર્વ : વાસંતિક દુર્ગાપૂજા શરૂ (બંગાલ). * અશોક કલિકા પ્રાશન. આયુર્વેદની રીતે અશોક વૃક્ષની કોમળ કળીનો રસ પ્રસાદરૂપે લેવાનો મહિમા છે. * જૈન આયંબીલ ઓળી અને અઠ્ઠાઈ શરૂ. * વિષ્ટિ (ભદ્રા) ક. ૧૩-૦૪થી ૨૪-૧૦ સુધી. * ચંદ્ર પરમ ઉત્તર ક્રાંતિ. * ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ. * ભાખર-ઊંઝા પાસે આગિયા વીર વૈતાળનો મેળો. * કૃષિ જ્યોતિષ : પશુપાલનના આયોજન તથા પશુઓની લેવડદેવડ માટે શુભ દિવસ. ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ તેલીબિયાં- કઠોળ- રૂ-કપાસમાં સુધારા તરફી યોગને પ્રોત્સાહન સૂચવે છે. રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન