ડેઈલી સોપ ક્વીન એકતા કપૂર લક્ષ્યને કરે છે બેહદ પ્રેમ?  - Sandesh
  • Home
  • Entertainment
  • ડેઈલી સોપ ક્વીન એકતા કપૂર લક્ષ્યને કરે છે બેહદ પ્રેમ? 

ડેઈલી સોપ ક્વીન એકતા કપૂર લક્ષ્યને કરે છે બેહદ પ્રેમ? 

 | 4:46 am IST

ડેઇલી સોપ ક્વીન તરીકે ફિલ્મ જગતમાં જાણીતી નિર્માત્રી એકતા કપૂરે સોશિયલ ફોટોશેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર અપલોડ કરી એક વિશેષ વ્યક્તિને તે પ્રેમ કરતી હોવાનું જણાવ્યું છે. પોતાના ટેલિવિઝન શોમાં નવા રસપ્રદ વળાંકો માટે જાણીતી એકતા જેને પ્રેમ કરે છે તે છે તુષારનો લક્ષ્ય. લક્ષ્ય સાથે એક તસવીર એકતાએ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર અપલોડ કરી હતી અને જણાવ્યું હતું કે હું લક્ષ્યને ખૂબ જ પ્રેમ કરું છું. તે મારા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયો છે. તે મારા જીવનનો પ્રેમ છે. તે મારા જીવનમાં ખુશી લાવ્યો છે. પોતાના ભત્રીજાને એકતા પ્રેમથી રાખે છે તેમ જ તેની જવાબદારી તેણે ઉઠાવી છે.