|
|
|
| શનિવાર, તા.૧૭-૦૫-૨૦૦૮ |
|

મેષ (અ.લ.ઈ.) |
આપના ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. નાણાભીડ અનુભવાય. ઇબાદત ફળતી લાગે. |
|

વૃષભ (બ.વ.ઉ.) |
ધીમે ધીમે પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે. વિશ્વાસે રહેવું નહીં. આર્િથક ચિંતા હળવી બને. |
|
મિથુન (ક.છ.ઘ.) |
આવક સામે ખર્ચા વધી ન જાય તે જજો. અગત્યની તક મળે. સ્નેહીથી સહાય. |
|
કર્ક (ડ.હ.) |
આપની આવક વધારવાના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રભુનો પ્રેમ પ્રાર્થનાથી મેળવજો. |
|
સિંહ (મ.ટ.) |
લાગણી-સ્વમાન ઘવાતા લાગે. માફ કરવાની વૃત્તિ શાતા બક્ષે. પ્રવાસમાં વિલંબ. |
|
કન્યા (પ.ઠ.ણ.) |
સાનુકૂળ સંજોગો સર્જાતાં જણાય. કૌટુંબિક બાબતોની ગૂંચ ઉકેલાય. તબિયત ચિંતા દૂર થાય. |
|

તુલા (ર.ત.) |
સાંઈ પરની શ્રદ્ધા ફળતી લાગે. ગૃહજીવનમાં સંવાદિતા વધે. ખર્ચ અટકાવજો. |
|

વૃશ્ચિક (ન.ય.) |
આપની અગત્યની કોઈ કામગીરીને આગળ શકશો. લાભદાયી તક. મિલન-મુલાકાત. |
|
ધન (ભ.ધ.ફ.ઢ.) |
ભગવાન ભલું કરતા જણાય. ધીરજ ફળે. પ્રવાસની તક. મિલન. |
|

મકર (ખ.જ.) |
સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિત્રની મદદ-મુલાકાત. નવીન તક. |
|
કુંભ (ગ.શ.સ.) |
વ્યાવસાયિક કામકાજ અંગે સાનુકૂળ તક મળે. ભાગ્ય બદલાતું જણાય. પ્રવાસ. |
|
મીન (દ.ચ.ઝ.) |
માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. ચિંતામાંથી બહાર આવી શકશો. શ્રદ્ધા સબૂરી કામ લાગે. |
|
|
| પંચાઞ |
શનિ પ્રદોષ, વ્યતિપાત યોગ, કવિ બાલાશંકર કંથારિયાનો જન્મદિન
વિક્રમ સંવત : ૨૦૬૪, વૈશાખ સુદ તેરસ, શનિવાર, તા. ૧૭-૫-૨૦૦૮. વીર (જૈન) સંવતઃ ૨૫૩૪. શાલિવાહન શક : ૧૯૩૦. યુગાબ્દ (કલિ) : ૫૧૧૦. ભારતીય દિનાંક : ૨૭. પારસી માસ : દએ. રોજ : ૨-બહમન. મુસ્લિમ માસ : જમાદી ઉલ અવ્વલ. રોજ : ૧૧. દૈનિક તિથિ : સુદ તેરસ ક. ૨૭-૧૦ સુધી. ચંદ્ર નક્ષત્ર : ચિત્રા ક. ૦૮-૨૧-૪૬ સુધી પછી સ્વાતિ. ચંદ્ર રાશિ : કન્યા ક. ૦૮-૨૮ સુધી પછી તુલા. જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.), તુલા (ર.ત.). કરણઃ કૌલવ/તૈતિલ. યોગ : સિદ્ધિ ક. ૦૯-૪૮ સુધી પછી વ્યતિપાત. વિશેષ પર્વ : શનિ પ્રદોષ. વ્યતિપાત યોગ ક. ૦૯-૪૮થી શરૃ. વ્યતિપાત યોગમાં જન્મેલી વ્યક્તિઓને શાંતિપૂજા માટે યોગ્ય દિવસ. રવિયોગ ક.૨૧-૪૬થી. * ‘ગુજારે જે શિરે તારે...’ ઘર ઘરમાં જાણીતી આ કવિતાના કવિ શ્રી બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનો જન્મ દિવસ (જ.તા. ૧૭-૫-૧૮૫૮ નડિયાદ). સારી નોકરી છોડીને વિદ્યા વ્યાસંગને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું. * કૃષિ જ્યોતિષઃ સૂર્યની વૃષભ સંક્રાંતિના દિવસે વરસાદ થાય તો તેને શુભ ફળદાયી ગણવામાં આવે છે. જો કે ભડલી વાક્યોનો અભ્યાસ કરતી વખતે પ્રાદેશિક મર્યાદાઓ-વિશેષતાઓને ખાસ ધ્યાનમાં લેવી જરૃરી છે. ગિરનારી પવનની અસર જૂનાગઢ-રાજકોટ- મોરબી વિસ્તારમાં જુદી હોય છે. જ્યારે પૂર્વ ગુજરાત-પંચમહાલ- ઉત્તર ગુજરાતમાં ગિરનારી વાયુનું મૂલ્યાંકન અલગ રીતે કરવામાં આવે છે. આજના દિવસે હવામાનમાં ફેરફાર કે પલટો જોવા મળે.
|
|
 |
| જન્મદિન |
માનસિક વ્યથા જણાય. આર્િથક ધાર્યો લાભ ન મળે. શેરમાં વધુ લાભની આશાએ ગુમાવવાનો વારો ન આવે. સંપત્તિના પ્રશ્નોમાં વિશ્વાસઘાતથી સંભાળવું. નોકરીમાં પરિવર્તન જણાય. ધંધાકીય વર્ષ સારું જણાય. લગ્ન અંગે પાત્રપસંદગી જણાય. કૌટુંબિક વિવાદ ન થાય તે જોજો. પ્રેમનો માર્ગ કેવો છે તેની પ્રતીતિ થશે. અભ્યાસમાં વાવો તેવું લણોનું સૂત્ર યાદ આવે. ટૂંકી બીમારીથી સાચવજો. ટૂંકા પ્રવાસ થાય. કોર્ટના કામમાં સાચવજો. |
|