180X600.jpg

Jun 25,2016 02:09:36 PM IST

Daily Astrology (Jun 25,2016)

Read also : Weekly | Yearly

Mesh
મેષ (અ.લ.ઈ)

લાભની તક દૂર ઠેલાતી જોવાશે. વધુ પ્રયત્ને મેળવી શકશો. સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા અને સફળતા જણાય.

Vrishabha
વૃષભ (બ.વ.ઉ.)

નસીબના ભરોસે ન રહેતાં પુરુષાર્થનો આધાર ઉપયોગી થાય. લાભની તક સર્જાય. મનની મુરાદ બર આવે.

Mithun
મિથુન (ક.છ.ઘ.)

અંતઃકરણમાં રહેલી વ્યથા-વેદનાથી મુક્તિ મેળવી શકશો. કાર્ય સફળતાની તક. પ્રગતિકારક સંજોગ.

Kark
કર્ક (ડ.હ.)

આપના અંતરાયો દૂર થાય અને સફળતાની ક્ષિતિજ ખૂલતી જણાય. સ્નેહીથી સંવાદ સર્જાય. ખર્ચ રહે.

Sinh
સિંહ (મ.ટ.)

ખર્ચ-ખરીદી પર કાબૂ રાખજો. નાણાભીડનો અનુભવ. પ્રવાસ ફળે. સ્વજન-સ્નેહીથી સહકાર-સંવાદિતા રહે.

Kanya
કન્યા (પ.ઠ.ણ.)

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. મિત્રની મદદ. અગત્યના પ્રશ્નો હલ કરી શકાય.

Tula
તુલા (ર.ત.)

કુટુંબી કે સ્વજન પાસેથી વધુ પડતી અપેક્ષા રાખ્યા વિના કેવળ હિત જોવાથી લાભ જણાય. કોઈના ભરોસે ન રહેવું.

Vrishabh
વૃશ્ચિક (ન.ય.)

અંગત ચિંતા મનને કોરી ખાતી હશે તો નિવારણ મેળવીને રાહત પ્રાપ્ત થાય. ગૃહજીવનનાં કામકાજમાં સાનુકૂળતા.

Dhan
ધન (ભ.ધ.ફ.ઢ.)

આપના અગત્યના પ્રશ્નોને હલ કરી શકશો. મિત્ર કે સંબંધી સહયોગી બને. પ્રવાસમાં વિલંબ જણાય.

Makar
મકર (ખ.જ.)

સંજોગો કઠિન હશે તો નરમ બનાવી શકશો. નકારાત્મક વિચારો છોડી હકારાત્મક બનવાથી સુખદ્ અનુભવ થાય.

Kumbh
કુંભ (ગ.શ.સ.)

વ્યાવસાયિક ક્ષેત્રે કોઈ સારી તક સર્જાય. કામકાજને આગળ વધારશો. ગૃહક્લેશ કે વિવાદને અટકાવી શકશો.

Meen
મીન (દ.ચ.ઝ.)

આરોગ્યની કાળજી લેવાની સલાહ છે. આર્થિક બાબતને બગડતી અટકાવી શકશો. સ્નેહીથી મિલનનો પ્રસંગ.
સૂર્યોદયાદિ સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત અમદાવાદ : ૫-૫૭ ૬-૪૫ ૧૯-૨૬ દિવસનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. શુભ, ૩. રોગ, ૪. ઉદ્વેગ, ૫. ચલ, ૬. લાભ, ૭. અમૃત, ૮. કાળ. રાત્રિનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. ઉદ્વેગ, ૩. શુભ, ૪. અમૃત, ૫. ચલ, ૬. રોગ, ૭. કાળ, ૮. લાભ. પંચક, નાગપંચમી (બંગાળ) વિક્રમ સંવત : ૨૦૭૨, જેઠ વદ પાંચમ, શનિવાર, તા. ૨૫-૦૬-૨૦૧૬. વીર (જૈન) સંવત : ૨૫૪૨. શાલિવાહન શક : ૧૯૩૮. યુગાબ્દ (કલિ) : ૫૧૧૮. ભારતીય દિનાંક : ૪-અષાઢ. પારસી માસ : બહમન. રોજ : ૧૩-તીર. મુસ્લિમ માસ : રમજાન. રોજ : ૧૯. દૈનિક તિથિ : વદ પાંચમ ક. ૧૫-૩૭ સુધી. ચંદ્ર નક્ષત્ર : ધનિષ્ઠા ક. ૦૯-૨૧ સુધી પછી શતતારા. ચંદ્ર રાશિ : કુંભ (આખો દિવસ). જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.). કરણ : તૈતિલ/ગર/ વણિજ. યોગ : પ્રીતિ ક. ૨૬-૦૧ સુધી પછી આયુષ્યમાન. વિશેષ પર્વ : પંચક આખો દિવસ રહે છે. * નાગપંચમી (બંગાળ). * ગુરુ-રાહુની યુતિ. * કૃષિ જ્યોતિષ : કૃષિ જગત તથા પશુપાલન સાથે સંકળાયેલ સંસ્કૃતિમાં નાગપૂજાનું વિશેષ મહત્ત્વ છે. પંચમી તિથિના દેવતા નાગ-સર્પ છે. સમગ્ર દેશમાં વર્ષની કોઈ ને કોઈ પંચમી અમુક પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. માલખરીદી માટે અનુકૂળ. ગુરુ-રાહુની યુતિ ધાન્ય-કઠોળમાં મજબૂતાઈ સૂચક યોગને પ્રોત્સાહન આપે છે. લીંબોળીનો ઉપયોગ જંતુનાશક તરીકે વધારવો જોઈએ. રાહુકાળ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦
-
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com