Nov 25,2015 05:44:53 PM IST

Weekly Astrology (Nov 25,2015)

Read also : Daily | Yearly
તા. 21/11/2015 થી તા. 28/11/2015 સુધી.

Mesh
મેષ (અ.લ.ઈ)

આપની સમસ્યાઓના જાળાંઓ હવે ધીમેધીમે ઉકેલાતા જવાથી મન હળવું બને. નાણાકીય કામગીરી, બેંકિંગ, વ્યાજ યા અન્ય મહત્ત્વના નાણાકીય કોલ-કરાર વગેરે માટે સમય સુધરતો જણાય. ચિંતાનો ઉપાય મળે. આ સમયમાં મકાન-મિલકત અને વાહનની બાબતો, ધંધાના પ્રશ્નો, ધંધાની વૃદ્ધિ વિકાસ કે નવા આયોજન અંગે સાનુકૂળ તકો આવતી લાગે. નોકરિયાતની મૂંઝવણ દૂર થાય. દાંપત્યજીવનમાં લાગણી દુભાય તેવું ન વર્તવું. મિત્ર, સ્નેહીનો સહકાર. આરોગ્ય જાળવી શકો. પ્રવાસ મધ્યમ.

Vrishabha
વૃષભ (બ.વ.ઉ.)

માનસિક નિરાશા અને વ્યથાઓના વાદળ વિખેરાતાં જણાય. નવી આશાની કેડી ઉત્સાહપ્રેરક બને. આપની આર્થિક અને આવક-જાવકની ચિંતા-મૂંઝવણોનો ઉકેલનો માર્ગ જડે. ખોટા ખર્ચાના ખાડામાં ન ઊતરી જવાય તે જોવું. કાર્ય સફળતા મળે અને નવી યોજનાને આગળ ધપાવી શકશો. મકાન, વાહન, સંપત્તિ બાબતની કામગીરી ધીમી જણાય. નોકરી, ધંધામાં સામાન્ય રુટિન. પતિ-પત્ની, સગાં-મિત્ર-ભાઈ- બહેન, સંતાન બાબતો અંગે સંજોગો સુધરે. આરોગ્ય નરમ. પ્રવાસ આનંદિત રહે.

Mithun
મિથુન (ક.છ.ઘ.)

અંગત મૂંઝવણો હોય અથવા કોઈ અગમ્ય ચિંતા-બેચેની હોય, ધર્મ-યોગ માર્ગે હળવા થશો. આર્થિક સંકડામણ જણાય. આવકમાં ઘટાડો જોવા મળે. ચુકવણીઓની ચિંતા રહેતી લાગે. સમય ધીરજ-શાંતિ માગી લેશે. વ્યાવસાયિક ક્ષેત્રે સારી તક આવે. કોઈની મદદ ઉપયોગી બને. નોકરીના કામમાં પ્રગતિ. અન્ય કામકાજો અંગે સરળતા જણાય. ગૃહજીવનમાં આપ મનદુઃખ નિવારજો. મિત્ર-સ્નેહીનો સ્નેહ વધશે. આરોગ્ય સાચવજો. પ્રવાસમાં વિલંબ.

Kark
કર્ક (ડ.હ.)

મનોસ્થિતિને સમતોલ રાખીને આપ શાંતિનો અનુભવ કરી શકશો. નાણાકીય કામકાજો, લેણદેણ કે વ્યાજ-હપતા વગેરેની વ્યવસ્થા માટે મદદ મળી રહે. ખર્ચનો પ્રસંગ ટાળજો. સંપત્તિ, વાહન બાબતનાં કાર્યોને આગળ વધારી શકશો. ચિંતાનો ઉપાય મળે. વ્યાવસાયિક પ્રગતિ જણાય. નોકરીમાં સફળતા. દાંપત્યજીવનમાં સંવાદિતા જાળવવા જીવનસાથીના વિચારો સમજવા પડે. મિત્ર-પ્રિયજનની ગેરસમજ દૂર થાય. આરોગ્ય નરમગરમ. પ્રવાસમાં સાનુકૂળતા.

Sinh
સિંહ (મ.ટ.)

આપની મનની સ્થિતિને અસ્વસ્થ થતી રોકવા નકારાત્મક બનવાના બદલે આશાવાદી-હકારાત્મક રહો. નાણાંની અગવડતા સામે કોઈની મદદ યા જૂના લેણાં કામ કરાવી આપતાં જણાય. આવકવૃદ્ધિનો નવો માર્ગ દેખાય. વાહન, મકાનના પ્રશ્નો યા અન્ય જમીન-જાયદાદની બાબતો અંગે આગળ વધાય. નોકરિયાતને પ્રગતિ-ધંધામાં વધુ નવીન તકો આવે. કૌટુંબિક અને સાંસારિક ક્ષેત્રે તણાવ દૂર થાય. મિત્ર-સ્નેહી- ભાતૃવર્ગથી સંવાદિતા. તબિયતની કાળજી લેવી. પ્રવાસમાં સફળતા.

Kanya
કન્યા (પ.ઠ.ણ.)

આપની મનની મુરાદો મનમાં રહેતી જણાય. ટેન્શન અને ચિંતાનો અનુભવ. આવક-જાવકનાં પલ્લાં અસમતોલ બનતાં દેખાય. આવક આવે તો પણ હાથમાં ટકે નહીં. જવાબદારી હળવી કરી શકશો. જમીન, જાગીર, બાપ-દાદાની મિલકત, વાહન, નોકરી-ધંધાનાં કામકાજો અંગે કોઈ સરકારી, ખાનગી ઓફિસના કામોમાં સાનુકૂળતા સર્જાય. સગાં-સંબંધીઓ, પતિ-પત્ની, સંતાન બાબતની સમસ્યા સૂલઝાવવાનો રસ્તો મળે. કોઈ નજીકના મિત્રની મદદ ઉપયોગી બને. આરોગ્ય સુધરે. પ્રવાસ ફળદાયી બને.

Tula
તુલા (ર.ત.)

ધીરજની કસોટી થતી લાગે. સંજોગોના બંધન અકળાવતા લાગે. આવક વધવાની આશા છે. સામે ખર્ચના ખાડો પણ સર્જાતો દેખાય. સમતોલન રાખવું પડશે. અગત્યની કામગીરીઓને આગળ ધપાવી શકશો. કોઈ સાનુકૂળ-લાભદાયી તક મળે. નોકરી, ધંધા, ઓફિસના કામો ઉકેલાય. જીવનસાથીનો સહકાર મળે. મિત્ર-પ્રિયજનની લાગણી મળે. સગાં-સંતાન અંગે સાનુકૂળતા. આરોગ્ય જળવાય. પ્રવાસ ફળે.

Vrishabh
વૃશ્ચિક (ન.ય.)

આપની માનસિક અસ્વસ્થતા, અકારણ ચિંતાના ભારને કારણે મૂંઝવશે. આર્થિક બાબતોને પણ ગણતરીપૂર્વક હાથ ધરજો. ખોટા વ્યય-નુકસાનથી સાવધ રહેજો. ભરોસો ભારે પડી શકે. નોકરિયાતને કાર્યબોજો-સંઘર્ષ રહે. ધંધામાં ધીમું કામ થાય. અકળામણ જણાય. અન્ય કાર્ય અંગે વિલંબ-રુકાવટ રહે. દાંપત્યજીવનમાં સુસંવાદિતા સર્જવા માટે જીવનસાથીની લાગણી જીતવી-સમજવી પડે. અહંકાર ત્યજવો પડે. મિત્ર-પ્રેમી સાથે મનદુઃખ. તબિયત સુધરતી જણાય. પ્રવાસ વિલંબિત.

Dhan
ધન (ભ.ધ.ફ.ઢ.)

આપના મનની બેચેની-ભયની શંકા-વહેમની સ્થિતિ બદલવા માટે ઈશ્વર પ્રાર્થના વધુ બળ પૂરશે. આર્થિક કાર્યોમાં પ્રગતિ-લાભની તક. ઉઘરાણી થાય.ખર્ચા વધવા ન દેશો. વ્યાજ-લોનથી દૂર રહેવું. મકાન, જાયદાદની સમસ્યાને કારણે તણાવ દેખાય. કામકાજોમાં વિઘ્ન જણાય. નોકરી, ધંધામાં ધીમું ફળ. કૌટુંબિક કાર્ય બને. પતિ-પત્ની વચ્ચે મનમુટાવ દૂર થાય. સંતાનની સમસ્યાનો હલ મળે. સ્નેહીથી મિલન. તબિયત અસ્વસ્થ રહે. પ્રવાસમાં વિલંબ રહે.

Makar
મકર (ખ.જ.)

આપના માનસિક તણાવ-બોજાનો હળવો કરવા વધુ પ્રયત્નશીલ બનો અને ખોટા વિચારો પર કાબૂ રાખજો. આવકવૃદ્ધિની નવી તક સર્જાય. ખર્ચા અંગે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. જૂના લેણાં મળે. સંજોગો સુધરે. આપના મકાન, વાહનને લગતાં કાર્યોમાં પ્રગતિ જણાય. ફેરબદલી શક્ય બને. કોઈ અવરોધ દૂર થાય. નોકરીમાં રાહત. ધંધા-વેપારમાં પ્રગતિકારક તક મળે. ગૃહજીવનમાં મનદુઃખ, ગેરસમજનો પ્રસંગ. કૌટુંબિક કાર્ય કરી શકશો. સંતાન ચિંતા, આરોગ્ય સાચવવું. પ્રવાસમાં વિઘ્ન દૂર થાય.

Kumbh
કુંભ (ગ.શ.સ.)

શારીરિક, માનસિક પરિસ્થિતિ અસ્થિરતા જણાય. મનનું ધાર્યું ન થાય. આર્થિક પરિસ્થિતિ નબળી જણાય. લાભ દૂર સરતો લાગે. ખર્ચ વધતો લાગે. ઉઘરાણી મળે. નવી મદદ મેળવી શકશો. જમીન, વાહન, સંપત્તિના પ્રશ્નો ગૂંચવાતા જણાય. નોકરી, ધંધામાં પ્રતિકૂળતા. બઢતી-બદલીની સમસ્યા રહે. ગૃહજીવનમાં હજી ચકમક રહે. વિવાહના પ્રશ્નો સતાવે. સગાં-વહાલાંની ગેરસમજો વધવા ન દેવી. આરોગ્ય સાચવવું. પ્રવાસમાં સાનુકૂળતા.

Meen
મીન (દ.ચ.ઝ.)

આપની ચિંતા-બોજો હળવો બને. કોઈ તણાવની બાબતનો હલ મળતાં રાહત. નાણાભીડ હળવી થાય. આવક, મદદ યા લોનની આશા રાખી શકશો. આપના ખોટા ખર્ચ-વ્યયને રોકજો. નોકરિયાતને સમસ્યા જણાય. ધંધાર્થીની પ્રગતિ ધીમી બને. અન્ય કાર્યોમાં અવરોધો ઊભાં થતાં લાગે. સાંસારિક, કૌટુંબિક અંગે સાનુકૂળતા. ગેરસમજો દૂર થાય. સમાધાન-સંવાદિતા રહે. સગાં-સ્નેહીથી સહકાર મળે. આરોગ્ય ચિંતા રહે. પ્રવાસમાં આનંદ.
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com