ડેઝી શાહે સુરતમાં વિખેર્યો નટખટતાનો જાદુ - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ડેઝી શાહે સુરતમાં વિખેર્યો નટખટતાનો જાદુ

ડેઝી શાહે સુરતમાં વિખેર્યો નટખટતાનો જાદુ

 | 3:35 pm IST

સલમાન ખાન સાથે ફિલ્મ કરી બોલીવુડમાં ચમકેલી ડેઝી શાહ પોતાની અપકમિંગ ફિલ્મ માટે સુરત આવી પહોંચી હતી. આગામી 2 નવેમ્બરથી ડેઝીની ‘રામ રતન’ ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના પ્રમોશનમાં આવેલી ડેઝીએ પોતોના નટખટ અંદાજનો જાદુ ફેલાવતાં ફિલ્મ વિષે વાતો કરી હતી.

હેટ સ્ટોરીમાં બોલ્ડ અંદાજ આપી ચુકેલી ડેઝીનો આ ફિલ્મમાં પણ થોડો બોલ્ડ અંદાજ છે. પરંતુ તે સ્ટોરીની ડિમાન્ડ છે.એમ કહી શકાય., આડે પાટે ચડેલા પતિને સીધી લાઈન પર લાવવા માટે તેણીએ એક ગેમ બનાવી છે. જેમાં તેનો પતિ ફસાય જાય છે. અને અખારે તે સીધી લાઈન પર આવી જાય છે. …ડેઝી શાહ સાથે ફિલ્મમાં હિરો તરીકે ઋષિ ભૂટાતી છે. ઋષિએ જણાવ્યું હતું કે, પોતાના અસલ કેરેક્ટર કરતાં આ ફિલ્મી કેરેક્ટર ઘણું જ જુદું છે જેને નિભાવવામાં ઘણો તફાવત રહ્યો છે.સાથે કોમેડીનો તડાકો પણ ફિલ્મમાં ઉમેરવામાં આવ્યો છે. રાજપાલ યાદવ, સતિષ કૌશિક સહિતના ક્લાકારો આ ફિલ્મમાં છે. જેથી પરિવાર સાથે આ ફિલ્મ જોઈ શકાશે.

આ ફિલ્મમાં દર્શકો માટે ભરપૂર મસાલો છે. ફિલ્મ ‘રામરતન’નું નિર્માણ સબ સ્ટાર મુવીઝના બેનર હેઠળ થયું છે. જેમાં નિર્દેશક ગોવિંદભાઈ, સંજય પટેલ, અશ્વિન પટેલ અને ભરત કોડિયાં છે. જ્યારે કૌશિક પટેલ અને પંકજ ડોડીયા સહ નિર્માતા છે. ફિલ્મની પટકથા પ્રફુલ્લ પટેલે લખી છે. જ્યારે સંવાદ અનવર શાહ અને સંગીત લખી માહિતીએ આપ્યું છે.