કાલે રવિવારે, આ રીતે ફટાફટ બનાવો દાળ ઢોકળી અને થઇ જાવો વહેલા-વહેલા ફ્રી - Sandesh
  • Home
  • Food & Travel
  • કાલે રવિવારે, આ રીતે ફટાફટ બનાવો દાળ ઢોકળી અને થઇ જાવો વહેલા-વહેલા ફ્રી

કાલે રવિવારે, આ રીતે ફટાફટ બનાવો દાળ ઢોકળી અને થઇ જાવો વહેલા-વહેલા ફ્રી

 | 3:03 pm IST

દાળઢોકળી એક સંપૂર્ણ આહાર વાનગી છે. તુવેરની દાળ અને ઘઉંનો અનોખો સંગમ એક સ્વાદિષ્ઠ જ નહીં પણ પૌષ્ટીક અને સંતૃપ્ત વાનગી તરીકે દાળ ઢોકળીને સ્થાન આપી શકાય તેમ છે.

* સામગ્રી
– એક વાટકી તુવેરની દાળ
– 100 ગ્રામ ગોળ
– પાંચથી છ કોકમ
– અડધી ચમચી હળદર
– અડધી ચમચી લાલ મરચું
– એક ચમચી સિંગદાણા
– 4 ચમચી તેલ
– વઘાર માટે બે-ત્રણ લવિંગ
– તજ
– અડધી ચમચી રાઈ
– હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું.

ઢોકળી માટે
– ઘઉંનો લોટ એક વાટકી
– સ્વાદ પ્રમાણે હળદર, મરચું અને મીઠું
– બે ચમચી તેલ મોણ માટે.

* બનાવવાની રીત
સૌ પ્રથમ તુવેરની દાળને બાફી એમાં સંચો ફેરવી એકરસ કરવી. ત્યારબાદ એમાં છ કપ ગરમ પાણી નાખવું. હવે ગોળ, કોકમ, હળદર, મરચું, મીઠું અને સિંગદાણા નાખીને ઊકળવા દો. બે ચમચા તેલ વઘાર માટે મૂકી એમાં તજ, લવિંગ, રાઈ અને હિંગ નાખી વઘાર થાય એટલે દાળમાં નાખવો. પછી એક વાટકી લોટમાં મીઠું, તેલ, હળદર, મરચું નાખી થેપલા જેવો લોટ બાંધવો. અને એના એક સરખા લૂઆ કરી પાતળી રોટલી વણી એને છરી વડે નાના ચોરસ ટુકડા કરી દાળમાં નાખવા. છેલ્લે ઢોકળી નાખ્યા બાદ દસ મિનિટ ઊકળવા દેવું. પીરસતી વખતે એક ચમચી ઘી નાખવું અને કોથમીર ભભરાવવી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન