મરાઠા પેશવા પર અંગ્રેજો-દલિતોનો વિજય જશ્ન : પૂણેથી મુંબઈ સુધી બબાલ - Sandesh
NIFTY 10,528.35 +47.75  |  SENSEX 34,305.43 +112.78  |  USD 65.4900 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મરાઠા પેશવા પર અંગ્રેજો-દલિતોનો વિજય જશ્ન : પૂણેથી મુંબઈ સુધી બબાલ

મરાઠા પેશવા પર અંગ્રેજો-દલિતોનો વિજય જશ્ન : પૂણેથી મુંબઈ સુધી બબાલ

 | 5:54 pm IST

પુણેમાં બે સમુદાયો વચ્ચે થયેલી જાતિય હિંસાની અસર હવે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. મુંબઈ ઉપરાંત હડપસર અને ફુરસુંગીમાં બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો.નવા વર્ષે પુણેના કોરેગાંવના ભીમા ગાંવમાં શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દિવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે. સરકારે ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપી દીધાં છે. ફડણવીસે મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર ઘટનાને સરકાર વિરૂદ્ધનું ષડયંત્ર ગણાવીને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમ છતાં દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત અનેક ઠેકાણે ભારેલા અગ્નિ જેવી સ્થિત છે.

 

ક્યાં શું સ્થિતિ

મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં હિંસા ફેલાવવાના આરોપસર પોલીસે 100 થી વધારે લોકોની અટકયત કરી.

ચેંમ્બુરમાં શિવસેનાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા બુધવારે મુંબઈમાં દરેક પોલીસ સ્ટેશન સામે ધરણા કરશે.

રાજ્ય પરિવહનની બસોને ભારે નુંકશાન, હિંસામાં MSRTCની 134 બસોમાં તોડફોડ.

બુધવારે બંધના આવહાન પર મુંબઈ પોલીસના પીઆરઓ સચિન પાટિલે કહ્યું કે, મહત્વપૂણ સ્થળોએ વધારાના પોલીસ બળની તૈનાતી કરવામાં આવશે, કોઈ પણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા મુંબઈ પોલીસ સંપુર્ણ પણે સજ્જ.

હિંસા બાદ બહુજન મહાસંઘના નેતા અને ડૉ. બી આર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે બુધવારે મહારાષ્ટ્ર બંધનું આવહાન કર્યું.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓ થાણેમાં કર્યું વિરોધ પ્રદર્શન.

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જામ, મુંબઈ પોલીસે જાહેર કરી એડ્વાઈઝરી, સાકી વિહાર અને એલસીબી રોડ થઈને જવાની સલાહ.

મુંબઈ લોકલ, બાર્બર લાઈન, CSMT-કુર્લા અને માનખુર્દ વચ્ચે ચાલી રહેલી માત્ર સ્પેશિયલ ટ્રેન સર્વિસ, સેંટ્રલ રેલવે લાઈનમાં મુંબઈ લોકલ ટ્રેન વ્યવહાર પુન: સ્થાપિ થયો.

આરોપીઓ પર કાર્યવાહીની માંગણીને લઈને ઈસ્ટર્ન હાઈવે પર કેટલાક સંગઠનોએ પ્રદર્શન કર્યા, જેના કારણે હાઈવે જામ સર્જાયો.

પુણે હિંસા બાદ મુંબઈમાં અનેક શાળાઓ અને કોલેજો બંધ કરાવવામાં આવી.

હિંસા બાદ ટ્રાફિક જામ અને પ્રદર્શનોથી બચવા ઓફિસોમાં વહેલી રજા જાહેર કરાઈ. લોકો ઘરે પરત ફરી રહ્યાં છે.

ઘાટકોપરમાં આરપીઆઈ કાર્યકર્તાઓના પ્રદર્શનના કારણે અનેક દુકાનો બંધ.

મુંબઈ પોલીસની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી અફવાઓથી બચવાની સલાહ.

મુંબઈના ચેંમ્બુર, મુલુંડ, ઘાટકોપર, કુર્લા સહિતના વિસ્તારોમાં પ્રદર્શન બાદ એસઆરપીની ચાર કંપનીઓ તૈનાત. તે ઉપરાંત 400થી વધારે પોલીસકર્મીઓને વધારાની સુરક્ષામાં તૈનાત કરાવાયા.