Dalit woman in Alwar allegedly gang-raped, three of five accused arrested
  • Home
  • Featured
  • અલવરની સામુહિક દુષ્કર્મ પીડિતાએ આપવીતિ વર્ણવતા કહ્યું, પતિ કરગરતા રહ્યાં અને…

અલવરની સામુહિક દુષ્કર્મ પીડિતાએ આપવીતિ વર્ણવતા કહ્યું, પતિ કરગરતા રહ્યાં અને…

 | 7:17 pm IST

કસભાની ચૂંટણી માટે રાજસ્થાનમાં જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે તે સમય અલવર પોલીસ દલિત મહિલા સાથે થયેલ ગેંગરેપ પર પરદો નાખવાના કામમાં લાગેલી હતી. અલવર પોલીસે રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓને આ વાતથી અજાણ રાખ્યા હતા.

અલવર પોલીસે પાંચ નરાધમોને ઝડપી પાડયાં છે. અલવરના થાનાગાજી વિસ્તારમા પતિને બંધક બનાવીને પત્ની સાથે ગેંગરેપ કેસને ચૂંટણીને કારણે દબાવી દેવામા આવ્યો હતો. પોલીસ 12 દિવસની અંદરમા 3 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. પોલીસે વાઈરલ વીડિયોને આધારે બુધવારે સવારે આરોપી અશોકની ધરપકડ કરી લીધી હતી. રાજસ્થાન સરકારે પીડિતોને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.

5 આરોપીઓ 3 કલાક સુધી હેવાનિયત આચરતા રહ્યાં

સામૂહિક દુષ્ક્રમનો ભોગ બનેલી પીડિતાએ પોતાની વીતકકથા વર્ણવતા કહ્યું કે 5 આરોપીઓ 3 કલાક સુધી ગેંગરેપ કરતા રહ્યાં હતા મેં જેટલો સામનો કર્યો તેટલું આરોપીઓ વધારે દુષ્કર્મ આચરતા રહ્યાં હતા. મારા પતિના કપડા ફાડી નાખવામાં આવ્યાં હતા અને નરાધમોએ મને માર માર્યો હતો. પીડિતાએ કહ્યું કે આરોપીઓની ફાંસીની સજા થવી જોઈએ. તે લોકો મને ગળેથી પકડીને ઘસડી હતી, અમને યાતના આપી અને કપડા ફાડી નાખ્યા ત્યાર બાદ બળાત્કાર કર્યો આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ.

એફઆઈઆરમાં જણાવ્યાનુસાર 26 એપ્રિલની સાંજે 3 વાગ્યે જ્યારે મહિલા પતિ સાથે મોટરસાઈકલ પર જઈ રહી હતી ત્યારે આરોપી કે જેઓ ટ્રક ડ્રાઈવર હતા તેઓ તમામ આવ્યાં હતા અને 2 જણા પતિને પીટવા લાગ્યા હતા. 3 લોકોએ પતિની સામે મારી પર બળાત્કાર કર્યો હતો. રાજસ્થાન પોલીસ વડા કપિલ ગર્ગે જણાવ્યું કે પાંચ આરોપીઓમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન