દરબાર કેમ બન્યો, એમ કહી દલિત યુવકને ઢોર માર માર્યો જુઓ video - Sandesh
  • Home
  • Ahmedabad
  • દરબાર કેમ બન્યો, એમ કહી દલિત યુવકને ઢોર માર માર્યો જુઓ video

દરબાર કેમ બન્યો, એમ કહી દલિત યુવકને ઢોર માર માર્યો જુઓ video

 | 3:06 pm IST

ગુજરાતમાં એક વધુ દલીત અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. બહુચરાજીના વિઠલાપુર ગામે એક દલિત યુવકને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં દલિત યુવકને દરબાર કેમ બન્યો? તેમ કહી ઢોર માર મરાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે શખ્સો દલિત યુવાનને ફટકારી રહ્યા છે, જ્યારે ત્રીજો શખ્સ તેનો વીડિયો બનાવી રહ્યો છે. માર મારનારા બે શખ્સો દરબાર હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે યુવકો દલિત યુવકને મારી રહ્યા છે, અને તેને કહી રહ્યા છે કે માફી માગ… જવાબમાં આ દલિત યુવક તેમને પગે પડી રહ્યો છે કે, મને છોડી દો બાપુ, હું મરી જઈશ.. જોકે, તેને તેમ છતા પણ યુવકો ફટકારી રહ્યા છે.દલિત યુવકે પહેરેલી મોજડી પણ તેની પાસેથી જબરજસ્તી ઉતરાવવામાં આવે છે. વીડિયોમાં દેખાઈ રહેલા બે શખ્સો દલિત યુવકને બેફામ ગાળો બોલી તેની પાસેથી માફી મગાવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં મૂંછો રાખવા બદલ કે પછી નામ પાછળ સિંહ લગાવવા બદલ દલિતો પર હુમલો થયા હોવાના કે તેમને ધમકી અપાઈ હોવાની ઘટના તાજેતરમાં જ બની ચૂકી છે, ત્યારે વિઠલાપુરના આ વીડિયોએ લોકોમાં ભય ફેલાવ્યો છે.