Damage control in BJP till late night, Santosh, Yadav, Patil reject all 'ministers'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાજપમાં મોડી રાત સુધી ડેમેજ કંટ્રોલ ચાલ્યું, સવાર પડતાં જ બોમ્બ ફૂટ્યો, સંતોષ, યાદવ, પાટિલે તમામ ‘મંત્રી’ને ના પાડી

ભાજપમાં મોડી રાત સુધી ડેમેજ કંટ્રોલ ચાલ્યું, સવાર પડતાં જ બોમ્બ ફૂટ્યો, સંતોષ, યાદવ, પાટિલે તમામ ‘મંત્રી’ને ના પાડી

 | 7:00 am IST
  • Share

ભાજપમાં મંત્રીમંડળ માટે નો- રિપિટ થિયરીને મારી મચેડી અમલમા મુકવા મંગળવારે મોડી રાતથી શરૃ થયેલુ ડેમેજ કંટ્રોલ બુધવારની રાતે પણ ચાલુ રહ્યુ છે. CM હાઉસમાં વિજય રૃપાણીની હાજરીમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના બંગલે પૂર્વ મંત્રીઓને એક પછી એક બોલાવીને નવી સરકારમાં ‘તમે નથી’ એવુ કહી દેવાયુ હતુ. જેની શરૃઆત સ્વભાવે સાવ ઠંડા આર.સી.ફળદૂ, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડસામાથી કરવામાં આવી હતી.

મોડી રાત સુધી એક પછી એક એમ પૂર્વ મંત્રીઓને બોલાવીને હાઈકમાન્ડે ૧૪ મહિનાની સરકાર માટે નો-રિપિટનો એક્શન પ્લાન અમલમાં મુક્યાની જાણ કરી હતી. પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આ સુચના મળ્યા બાદ તેઓ ગાંધીનગરથી પોતાના મતક્ષેત્ર વટવા પહોંચી ગયા હતા. જ્યાં તેમણે સર્મથકો, આગેવાનોને બોલાવીને બુધવારે શપથવિધીમાં પોતાને પડતા મુકાય તો કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપવા સુચનાઓ આપી હતી. આ અગાઉ નીતિન પટેલે પણ મહેસાણા અને કડીમાં સમર્થકોને શાંત રહેવા કહ્યુ હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે સવારે સૌરાષ્ટ્રમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરિક્ષણ માટે જામનગરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદૂ સાથે જવા નિકળ્યા હતા. જેઓ એરપોર્ટ પહોંચ્યા કે તરત જ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ફોન કરી તરત પાછા ફરવા આદેશ કરતા ફળદુની કારને અધવચ્ચેથી યુ- ટર્ન લેવો પડયો હતો. ઝ્રસ્ હાઉસમાં રૃપાણીની હાજરીમાં સૌથી પહેલા ફળદૂને નવી સરકારમાં તમે મંત્રી નથી એમ કહી દેવાયુ હતુ.

મૂળ કર્ણાટકના અને ઇજીજીમાંથી આવતા રાષ્ટ્રીય સંગઠન  મહામંત્રી બી.એલ. સંતોષ સપ્તાહથી અહી છે. તેમના આવ્યા પછી  અચાનક રૃપાણીનું રાજીનામુ પડયુ, નવા મુખ્યંત્રી તરીકે ભૂપેન્દ્ર  પટેલનું નામ જાહેર થયુ, શપથવિધી થઈ અને હવે મંત્રીમંડળ પણ  રચાશે. ઉત્તરાખંડ અને કર્ણાટકની ભાજપ સરકારોમાં મુખ્યમંત્રી  સહિતના બદલાવમા પણ તેઓ છેક સુધી હાજર રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન