Damage to 1.46 lakh hectares of agriculture in Bhavnagar
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં 1.46 લાખ હેક્ટરમાં કૃષિને નુકસાન, કારણ ચોંકાવનારુ

ભાવનગરમાં 1.46 લાખ હેક્ટરમાં કૃષિને નુકસાન, કારણ ચોંકાવનારુ

 | 7:49 am IST
  • Share

  • મહુવા, જેસરના કુલ 104 ગામોમાં પેકેજ આપવા ખેડૂતોએ માગણી મૂકતા સર્વે અટકાવી દીધો

  • ભારે વરસાદના પગલે ખેડૂતોને પડયાં ઉપર પાટું

     

ખાતર, બિયારણ, દવા અને અધુંરામાં પુરું હતું તો દાડી – મજુરીના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે સપ્ટેમ્બર મહિનાના આરંભમાં ભારે વરસાદ ખાબકતા ખેડૂતોને મોંઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો, સરકાર તાત્કાલિક રાહત પેકેજ આપવાની કરેલી જાહેરાતના પગલે ભાવનગર જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરતા 1.46 લાખ હેકટર વિસ્તારમાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે, પરંતુ આ સિવાય પણ મહુવા અને જેસર તાલુકાના કુલ 104 ગામો એવા છે કે, જ્યા સર્વે કરવા સામે ખેડૂતોએ વિરોધ કરીને પેકેજ આપવાની માંગણી મૂકી હતી. આ વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

વરસાદ ખાબકતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

ભાવનગર જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાના આરંભમાં ભારે વરસાદ ખાબકી ગયો હતો, જેથી કપાસની વિણી આવવા સાથે તલના પાક તૈયાર થઈ ગયો હતો તેમજ બાજરીના દાણા પણ ડુંડા પર બેસી ગયા બાદ વરસાદ ખાબકતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો, જોકે સમય પારખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ રાહત આપવાની જાહેરાત કરી દિધી હતી. જેના પગલે ભાવનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા 7 ઓકટોબરથી સર્વે ચાલું કરાયો હતો.

કપાસ, તલ અને બાજરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું

સૂત્રોના જણાવ્યા મુજબ 10 તાલુકામાં 106 ગ્રામ સેવકો સર્વેમાં જોડાયા હતા, જેમાં 14 નવેમ્બર સુધીમાં સર્વેનું કામ પૂર્ણ ગયું હતું. ખાસ કરીને કપાસ, તલ અને બાજરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ સિવાયમાં પણ અડદ સહિતના કઠોળ પાક, એરંડા, મકાઈ, શેરડી, અજમા, શાકભાજી સહિતના જુદા જુદા પાકોને પણ નુકસાન થયું હતું, પરંતુ સરકારના સહાયના ક્રાઈટ એરિયા પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા 1.45,354 હેકટરની મહિતી એકત્ર કરવામાં આવી હતી, જે હાલમાં સરકારમાં મોકલવાઈ છે.

ભારે વરસાદના પગલે સૌથી વધુ નુકસાન મહુવા, રાજુલા તાલુકામાં થયું હતું, જેમાં ભાવનગર જિલ્લામાં મહુવા પંથકમાં ભારે તારાજી સર્જી દિધી હતી, આથી ખેડૂતોએ તેનો વિરોધ કરતા માત્ર 674 હેકટર વિસ્તારમાં જ નુકસાન થયું હોવાનો રિપોર્ટ સબમીટ કરાયો છે. તળાજામાં 31954 હેક્ટર તથા વલભીપુરમાં 29,932 હેક્ટરમાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો