પર્યાવરણને નુકસાન પહોંચાડીને મનુષ્ય આયુષ્યમાન ન થઈ શકે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પર્યાવરણને નુકસાન પહોંચાડીને મનુષ્ય આયુષ્યમાન ન થઈ શકે!

પર્યાવરણને નુકસાન પહોંચાડીને મનુષ્ય આયુષ્યમાન ન થઈ શકે!

 | 1:39 am IST
  • Share

ઓવર વ્યૂ

વિશ્વના અનેક દેશોએ આગામી દાયકા અર્થાત્ વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વને બદલવા માટે દીર્ઘકાલીન વિકાસનાં લક્ષ્યો અપનાવેલાં છે. જોકે દીર્ઘકાલીન કે ટકાઉ વિકાસનો ઢાંચો એક એક જટિલ જરૂરિયાત છે એટલું જ નહીં કેટલાંક વિશેષ લક્ષ્યોની પૂર્તિ માટે તે વરદાનરૂપ પણ છે. વિકાસના આ સ્વરૂપનો સૈદ્ધાંતિક રીતે તો સ્વીકાર થઇ ચૂક્યો છે, પરંતુ તેનો વ્યવહારિક ઉપયોગ કરવાથી કોષો દૂર છીએ. ટકાઉ વિકાસનું વ્યવહારિક લક્ષ્ય ત્યારે હાંસલ કરી શકાય કે જ્યારે આપણે આપણા સંસાધનોનું પરીક્ષણ કરીશું. ઉદારીકરણના યુગમાં વિકાસ પોતે એક પરિવર્તન પ્રક્રિયા બની રહે છે. સમાજોનું પરિવર્તન, સંસ્કૃતિનું પરિવર્તન, અર્થવ્યવસ્થાઓનું પરિવર્તન અને માનવવિકાસનું પરિવર્તન. તેથી વિકાસ પોષણ સાથેનો હોવો જોઇએ. અર્થાત્ વિકાસ કરતી વખતે પર્યાવરણનું ધ્યાન આપો અને સંસાધનોને ભાવિ પેઢી માટે છોડી દો.

આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પ્રભાવિત છે, ત્યારે દીર્ઘકાલીન વિકાસના ચર્ચા ચોમેર છે. ૧૯૦૮માં ગાંધીજીએ આપણને આ વાતનું જ માર્ગદર્શન કર્યું હતું. પોતાના પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં તેમણે ભૌતિક વસ્તુઓ અને સેવાઓ માટે આપણા સંશોધનોને જોતાં માનવીના ભવિષ્ય માટે ઉત્પન્ન ખતરાને પણ રેખાંકિત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે પ્રકૃતિ આપણને આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવે છે, પરંતુ લાલચો પૂરી કરવા નહીં. પરંતુ આજે આપણે જોઇ રહ્યા છીએ કે માનવીની લાલચ વિકાસના તમામ પાસાને વિકૃત કરતી જાય છે અને જીવનશૈલીમાંથી સ્થાયી ભાવની અવધારણા દૂર થતીઔજાય છે.

શ્રેષ્ઠ જીવનશૈલી એટલે તો જીવનમાં ઉપભોક્તાવાદ ઘટાડીને સુખને સ્થાને આનંદને વધુ મહત્ત્વ આપવામાં આવે, કારણ કે મનુષ્ય સ્વભાવ જ સુખવાદી અને ઉપભોક્તાવાદી હોય છે. તે બંને પ્રવૃત્તિઓ દીર્ઘકાલીન વિકાસના માર્ગમાં બાધારૂપ છે. આજે મનુષ્યના જીવનમાં ઉપભોક્તાવાદનું ઝેર એટલી હદે ભળી ગયું છે કે તે પ્રકૃતિનાં સંસાધનોનું મહત્તમ દોહન કરી લેવા ઇચ્છે છે, પછી ભલે માનવ જાતિને તેના ગમે તેટલાં ખરાબ પરિણામો ભોગવવાં પડે.

ઉલ્લેખનીય છે કે ઉદારીકરણ પછીનો યુગ આર્થિક સમૃદ્ધિ અને પ્રતિસ્પર્ધાનો યુગ છે. તેમાં માત્ર આર્થિક વૃદ્ધિ પર જ ધ્યાન અપાઇ રહ્યું છે. પરંતુ તે યાદ રાખવાની જરૂર છે કે દીર્ઘકાલીન વિકાસના બે શત્રુ છે. એક તો આર્થિક વિકાસની હોડ અને બીજું તે વધતી જનસંખ્યા. તેના પરિણામે જ આજે દીર્ઘકાલીન વિકાસની અવધારણા અને પ્રયાસ અવરોધાય છે અને તેને કારણે સમય સમયે મનુષ્યને પ્રકૃતિના કોપનો સામનો કરવો પડે છે, કેમ કે પ્રકૃતિનું દોહન કરવાની બાબતને મનુષ્ય પોતાનો અધિકાર માને છે.

પ્રકૃતિમાં એવી કોઇ વસ્તુ નથી કે માનવે જેનો વેપાર શરૂ ના કર્યો હોય. હવા હોય કે પાણી, બધી બાબતનો વેપાર શરૂ થઇ ચૂક્યો છે. તેની તે લાલચ જ તેને સમસ્ત માનવજાતિ માટે કાળ બનીને વિશ્વભરમાં ૧૮ લાખ લોકોનો ભોગ લઇ ચૂકી છે. મનુષ્યે પોતાની જરૂરિયાતો માટે પ્રકૃતિનો ઉપયોગ કર્યો ત્યાં સુધી તો બધું ઠીક હતું, પરંતુ વીતેલી ત્રણ સદીમાં પ્રકૃતિનું એટલું તો દોહન થયું છે કે આજે સમગ્ર ધરતી માટે સંકટ પેદા થયું છે. મનુષ્યે માનવ વસાહતો ઊભી કરવા ધરતી પરથી જંગલોનું નિકંદન કાઢી નાખ્યું.

ખેતી અને જમીન માટે જંગલોમાં આગ લગાવી, પ્રાકૃતિક સંસાધનોના સ્વામી બનવા ધરતીને ખોદી નાખી. વસતી વધારાએ પ્રદૂષણ ફેલાવ્યું , પવન ઊર્જા માટે પવનની ગતિને અવરોધી અને પોતાની જરૂરિયાતો માટે ઉદ્યોગધંધા લગાવીને પ્રદૂષણની સમસ્યા સર્જી નાખી. આજે વિશ્વભરમાં નદીઓનું અસ્તિત્વ સંકટમાં છે.  એક સમયે જળનો સૌથી મોટો સ્રોત નદીઓ વિલુપ્ત થવાને આરે છે. નદીઓ મોટી સંખ્યામાં પ્રદૂષણનો સામનો કરી રહી છે. પ્રકૃતિનું દોહન કરવા જતાં મનુષ્ય એવો અહેસાસ કરવા લાગ્યો હતો કે તેણે પ્રકૃતિને પૂરી રીતે પરાજિત કરી દીધી છે. આવા બધા પ્રકૃતિ વિરોધી કરવાથી આપણે આર્થિક સમૃદ્ધિ તો આપી શકીએ છીએ, પરંતુ ટકાઉ વિકાસ નથી આપી શકતા.

આજનો યુગ વિશુદ્ધ ઉપભોક્તાવાદનો છે. તેને કારણે મનુષ્ય પોતાનું સ્વત્વ ખોઇ રહ્યો છે અને અર્થકેન્દ્રિત બની રહ્યો છે. આપણે મૂડીવાદને પોતાનું સર્વસ્વ માની રહ્યા છીએ. મૂડીવાદમાં પ્રકૃતિનો નાશ કરીને આર્થિક વિકાસની ઇમારત ઊભી થતી હોય છે. એ વાત આત્મચિંતન કરવાની જરૂર છે કે આખરે મૂડીવાદે આપણને શું આપ્યું? જો ખરેખર ગંભીરતાથી વિચાર કરીએ તો તેમાં કોઇ શંકા નથી કે પરિણામ એ આવશે કે વૈશ્વીકરણ અને તેની આડમાં નવી અર્થવ્યવસ્થાની અવધારણા ઘાતક સાબિત થઇ છે.

વૈશ્વીકરણે ઓઝોન પરતને ક્ષીણ કરી, પૃથ્વી પરનું તાપમાન વધાર્યું , સંસાધનો વિલુપ્ત કર્યાં, વાતાવરણને પ્રદૂષિત કર્યું. નકલી આર્થિક વૃદ્ધિએ સ્પર્ધાઓ અને માનવ વિનાશક વિષાણુને બાદ કરતાં કાંઇ આપ્યું નથી. પરંતુ તેમ કહેવું ખોટું નહીં કહેવાય કે કોરોના જેવી વિનાશક મહામારીઓ અને આપત્તિઓએ માનવીને અનેકવાર આપત્તિમાં પણ મૂક્યો છે. પરંતુ તે ચેતવણીઓએ આપણી આંખો નથી ખોલી.

કોરોના મહામારીને કારણે વિશ્વમાં લાખો લોકો મરી ચૂક્યા છે. કરોડો લોકો તેની અડફેટે ચઢી ચૂક્યા છે. પરંતુ આવી આપત્તિ વિશ્વનું સ્વરૂપ પણ બદલી નાખે છે. થોડા સમયમાં જ ભારત સહિતના અનેક દેશો ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યા છે. ભારત જેવા દેશે સંકટને અવસરમાં પલટીને આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો છે.  દેશમાં અનેક ઉત્પાદનો સામે આવ્યાં. આ સામગ્રીની ભૂતકાળમાં આપણે આયાત કરતા હતા. તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે કોરોના મહામારીને કારણે જ આત્મનિર્ભરતાનો રસ્તો અપનાવવામાં અને જીવનશૈલી બદલવા મોટી પ્રેરણા મળી. પરંતુ એવું ના બને કે આવનારા સમયમાં આપણે તેને ભુલાવી દઇએ. તે સત્ય છે કે મનુષ્ય જો મહામારીથી હાંસલ પદાર્થપાઠને અપનાવી લેશે તો જીવન આદર્શ બની રહેશે અને વિકાસ પણ માત્ર આર્થિક સમૃદ્ધિનું નામ ના રહેતાં દીર્ઘકાલીન બની રહેશે. તેથી આપણે વિકાસના જે કારણોસર જીવનમાં સંકટ સર્જાતું હોય તેને ત્યજવામાં આપણે વિલંબ ના કરવો જોઇએ. જેમ કે આપણે પ્લાસ્ટિક ઉદ્યોગથી બચવું પડશે અને પર્યાવરણને બચાવવું પડશે.

ડેનમાર્કના સંશોધત ડેનિસ ડોનેલાએ પોતાના સંશોધનપત્રમાં જણાવ્યું છે કે એક વૃક્ષને કાપવામાં આવે તો એક વૃક્ષનું વાવેતર થવું જોઇએ. સમ્યક વ્યવસ્થા બનાવવા આ પૂરતું છે.  સ્પષ્ટ છે કે પર્યાવરણના આરોગ્યને નુકસાન પહોંચાડીને મનુષ્ય આયુષ્યમાન થવાની કલ્પના ના કરી શકે. આપણે ભૂલવું ના જોઇએ કે ધારણાકીય વિકાસ એક મોટા યજ્ઞા સમાન છે, તેમાં સમાજના તમામ વર્ગે આહુતિ આપવી પડશે. આ દેશમાં કામ કરી રહેલા દેશોના અનુભવોમાંથી જ્ઞાન લઇને સરકાર, સમાજની ભાગીદારી કરવામાં આપણે સફળ થઇએ તો ધરતી પર જીવન બચાવવામાં આપણને સફળતા મળી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન