Daman Child Fall from Third Floor People Catch video-viral
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: કોઈએ ન જોયેલો ચમત્કાર દમણમાં દેખાયો, અચાનક આસમાનમાંથી બાળક પડ્યું અને બચી પણ ગયું!

Video: કોઈએ ન જોયેલો ચમત્કાર દમણમાં દેખાયો, અચાનક આસમાનમાંથી બાળક પડ્યું અને બચી પણ ગયું!

 | 12:09 pm IST

ઘણી વાર એવી ઘટના બનતી હોય છે કે જે જોઈને આપણને એક ઝાટકેલ વિશ્વાસ ન આવે. પરંતુ આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કારણ કે ધારે કે તમે ઉભા છો અને ઉપર આસમાનમાંથી કોઈ બાળક ટપકે તો કેવું લાગે. આ વાત હકીકતમાં બની ગઈ. દમણમાં આવી ઘટના લાઈવ જોવા મળી.

દમણમાં એક જબરદસ્ત ઘટના બની હતી. જેમાં એક બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળથી પડી રહેલા બાળકને કેચ કરીને તેનો આબાદ બચાવ કર્યો હતો. કારણ કે, નીચે ઉભેલા લોકોએ તેને પકડી લીધો હતો. આ ઘટનાનો દિલધડક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે આંખના પલકારામાં બાળક નીચે પડી રહ્યું છે, અને નીચે ઉભેલુ ટોળુ બાળકને પકડી લે છે. બાળક કેચ કરવાનો દમણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દમણમાં એક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા પરિવારનો બાળક રમતા રમતા નીચે પડી ગયો હતો. પરંતુ ત્રીજા માળથી પટકાયેલો આ બાળક બીજા માળે ગ્રીલમાં ફસાયો હતો. જેની જાણ થતા જ નીચે કેટલાક લોકો જમા થઈ ગયા હતા. બાળક જ્યારે નીચે પડ્યો ત્યારે નીચે ઉભેલા તમામ લોકોએ બાળકોને કેચ કરીને પકડી લીધો હતો. આમ, બાળક જમીન પર પટકાય તે પહેલા જ તે સલામત હાથોમાં આવી ગયો હતો.

આમ, બાળકને કેચ કરીને બચાવવાની આ ઘટના તો ક્રિકેટના કેચ કરતા પણ રોમાંચક બની છે. તેથી જ ત્યાં હાજર કોઈ સ્થાનિક આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, અન તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યારે બાળકના કેચનો આ વીડિયો ઝડપથી પોપ્યુલર બની રહ્યો છે, તો સાથે જ લોકો કેચ કરનારા યુવકોના વખાણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન