dan pk 10 old boy from kerala whose zero angle goal video
  • Home
  • Featured
  • VIDEO: આ 10 વર્ષના બાળકે 7 સેકન્ડમાં એવું કારનામું કર્યું કે, આખી દુનિયા આંખો ચોળવા લાગી

VIDEO: આ 10 વર્ષના બાળકે 7 સેકન્ડમાં એવું કારનામું કર્યું કે, આખી દુનિયા આંખો ચોળવા લાગી

 | 1:10 pm IST

આ નાના માસ્ટરનું નામ છે દાની પી.કે. જનાબે એક એવો ગોલ કર્યો છે કે વિશ્વના જાણીતા ફૂટબોલ ખેલાડીઓ તેના ફેન્સ બની ગયા છે. હવે ભાઈ 10 વર્ષની ઉંમરે આવો ગોલ કરે તો સ્વાભાવિક છે દુનિયાનું ધ્યાવ ખેંચાવાનું જ છે. આ કંઈ સહેલું નથી. રિપોર્ટ અનુસાર 9 ફેબ્રુઆરીએ કેરળ ફૂટબોલ તાલીમ કેન્દ્રની ‘ઓલ કલર કિડ્સ ફુટબોલ ટૂર્નામેન્ટ’ યોજાઇ હતી. એમાં દાનીએ એવો ગોલ ફટકાર્યો કે જે માસ્ટરમાઇન્ડ ફૂટબોલર ડેવિડ બેકહામ, થિયરી હેનરી અને ટોની ક્રુસ જેવા ખેલાડીઓ મારે છે.

ગોલ કોર્ટને કોઈ ખૂણામાંથી સીધો મારવો સહેલો નથી. પરંતુ આ બાળકે આ મુશ્કેલ કામ કરી બતાવ્યું અને જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. દાનીનો વીડિયો 11 ફેબ્રુઆરીએ ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન ઇનવિલાપ્પીલ મણિ વિજયન (IM Vijayan) એ શેર કર્યો હતો. ત્યારબાદ દાની ચર્ચાનો વિષય બની ગયો છે. દાનીને 13 ગોલ ફટકારવા બદલ લિયોનેલ મેસ્સી તેમજ ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર કરાઈ હતી. આ વીડિયોને શેર કરતી વખતે વિજયને ફેસબુક પર લખ્યું, “શાનદાર બેટા.” અત્યાર સુધીમાં આ વીડિયોને લાખોથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન