dance india dance season 7 kareena becomes the highest paid actress
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરિના તો હોશિયાર નીકળી, ફિલ્મોમાં નહોતી કમાતી એટલું ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં કમાઈ લેશે!

કરિના તો હોશિયાર નીકળી, ફિલ્મોમાં નહોતી કમાતી એટલું ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં કમાઈ લેશે!

 | 10:32 am IST

બોલીવુડ એકટ્રેસ કરીના કપૂર ખાને ટેલિવીઝન ક્ષેત્રે ડેબ્યુ કરી લીધું છે. આ વાતની ચર્ચાઓએ મે મહિનાથી ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો. કરીનાને નાના પડદે જોઈને તેના પ્રશંસકો હાલ ખુબ જ ખુશ છે. કરીના કપૂર રિયાલીટિ શોમાં જજની ભૂમિકા નિભાવી રહી છે.

કરીના ઝી ટીવીના હિટ રિયાલિટી ડાન્સ શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7’માં ડાન્સરને જજ કરે છે. કરીના સિવાય કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ અને રૈપર રફ્તાર આ શોમાં જજ તરીકે સાથે છે. એવામાં ખબર મળી છે કે કરિનાનું ડાન્સ પર પ્રભુત્વ અને એની સુંદરતાનો લાભ લઈ કરિનાએ મેકર્સ પાસેથી એક એપિસોડનાં 3 કરોડ ફી વસુલી છે. કરિનાનું નામ હવે સૌથી મોંઘી અભિનેત્રીમાં આવે છે.

ઝી ટીવીએ ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર ડાન્સ ઈન્ડિયા ડાન્સ શોનો મચઅવેટેડ પ્રોમો આ અગાઉ શેર કર્યો હતો. શોના પ્રોમોમાં કરીના કપૂર યુસુફ અલ જાસ્મીનું ડિઝાઈનર આઉટફિટ પહેર્યુ છે. પ્રોમોમાં કરીનાને ગાતા અને ડાન્સ કરતા જોવા મળી હતી. બોસ્કો માર્ટિસ અને રફ્તાર પણ કરીના સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે.

આ શો સિવાય કરિના તેની અપકમિંગ ફિલ્મ ગૂડ ન્યુઝમાં લાગેલી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી પણ જોવા મળવાનાં છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ કોમેડી ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન