Dang Assembly by-election, former MLA Mangal Gavit joins BJP
  • Home
  • Election 2020
  • ડાંગ પેટાચૂંટણીનો મહાસંગ્રામ: કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાયા

ડાંગ પેટાચૂંટણીનો મહાસંગ્રામ: કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાયા

 | 9:43 pm IST

ડાંગ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (Dang Assembly By Election)ને લઇ કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) વચ્ચે સત્તાનો મહાસંગ્રામ જામ્યો છે અને ભાજપ સતત અહી પગ જમાવવાની કોશિશ કરી રહ્યુ છે. એટલુ જ નહિ ભાજપની સામે કોગ્રેસ અહિં પેટા ચૂંટણીમાં મજબુત સ્થિતિમાં છે ભારતીય જનતા પાર્ટીએ ડાંગથી વિજય પટેલ (Vijay Patel)ને ટિકિટ આપી છે ત્યારે વિજય પટેલે ચૂંટણી અધિકારી (Election Officer) ને કોંગ્રેસના ઉમેદવાર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત (Suryakant Gavit)નું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી કરી છે, તેમણે ફરિયાદ કરતા કહ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં 53 જેટલી ભૂલો છે. ત્યારે ડાંગ પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડાંગમાં કોંગ્રેસને ઝાટકો આપતા પૂર્વ MLA મંગળ ગાવિત ભાજપમાં જોડાઇ ગયા છે. સાથે કોંગ્રેસના અન્ય 16 સભ્યો પણ ભાજપમાં જોડાઇ ગયા છે.

ડાંગ જિલ્લાની ચુંટણીમાં નવો વળ્યાક આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત મંત્રી ગણપત વસાવા અને ઈશ્વર પરમારની ઉપસ્થિતીમાં 16 સભ્યો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મંત્રી ગણપત વસાવા, મંત્રી ઇશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરસન પટેલ અને સાંસદ કે.સી.પટેલની હાજરીમાં માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે આહવા ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવિતે પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી.

જોકે, ભાજપે મંગળ ગાવિતને ટીકીટ ન આપી, પરંતુ પાર્ટીમાં જોડી કોગ્રેસના પરંપરાગત મતો પોતાના તરફ કરવાનો રાજકીય દાવ ખેલ્યો છે. આ પ્રસંગે મંગળ ગાવિતે કોગ્રેસનો હાથ છોડી ભાજપને સાથ આપવાનું નક્કી કર્યુ હતું.

આજે આહવા ખાતે મંત્રી ગણપત વસાવા, મંત્રી ઇશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરસન પટેલ અને સાંસદ કે.સી.પટેલ તથા ભાજપના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ભાજપનો ધારણ કર્યો હતો. ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત પોતાના 16 સભ્યો સાથે કેસરિયો ધારણ કરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ : કંગના રનૌત પર વધુ એક કેસ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન