Floods in rivers due to heavy rains in Dang
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ડાંગ જિલ્લામાં ધમાકેદાર વરસાદ, નદીઓમાં પૂર જેવી સ્થિતિ

ડાંગ જિલ્લામાં ધમાકેદાર વરસાદ, નદીઓમાં પૂર જેવી સ્થિતિ

 | 12:55 pm IST

ડાંગ જિલ્લામાં ધમાકેદાર વરસાદ ખાબકતા જિલ્લાની ચારેય લોકમાતાઓ બંને કાંઠે વહેવા માડી છે.વઘઇ તાલુકામાં છ ઇચ, જ્યારે સુબીર તાલુકામાં ચાર ઇંચ, આહવા તાલુકામાં સાડા ત્રણ ઇંચ અને ગિરિમથક સાપુતારા ખાતે બે ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલ સાંબેલાધાર વરસાદે ભારે ખાનાખરાબી સર્જી હતી. ત્યારબાદ વરસાદે વિરામ લીધા બાદ વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ, કોઝવે અને વીજપોલની મરામતમાં જોતરાયું હતુ. તંત્ર મરામત કાર્ય પૂર્ણ કરે એ પહેલા ફરીથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા તંત્ર દ્વારા મરામત કાર્ય રોકવાની ફરજ પડી હતી.

જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા અહીંની ચારેય લોકમાતાઓ અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં પાણીની આવકમાં વધારો નોંધાતા નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે. અહીંના નાળાઓ, કોતરો અને ઝરણાઓ આજે બીજા દિવસે પણ છલોછલ ઉભરાઇને બંને કાંઠે વહેતા જોવા મળ્યા હતા. તેવામાં અંબિકા નદીમાં પણ પાણીની આવકમાં વધારો થતા વઘઇ નજીકનો ગીરાધોધ પણ પાણીના પ્રવાહથી સોળે કળાએ ખીલી ઉઠયો હતો. જ્યારે સુબિર નજીકનો ગીરમાળ ધોધનો નજારો પણ પાણીના પ્રવાહથી રમણીય બનતા સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો.

જો કે પૂર્વ પટ્ટી વિસ્તાર અને સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં દિવસ દરમિયાન મધ્યમગતિએ વરસાદ વરસતો હોવાથી જનજીવને રાહત અનુભવી હતી. તદઉપરાંત ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં ચોમાસાની સિઝન દરમિયાન દરરોજ સવારથી સાંજ સુધી ધુમ્મસીયુ વાતાવરણ છવાઇ રહેતા અહીંના જોવા લાયક પ્રાકૃતિક સ્થળોનો નજારો આહલાદક બની જવા પામ્યો છે, સાથે ધુમ્મસીયા વાતાવરણના પગલે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પોતાની ગાડીની હેડલાઇટો અને સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની ફરજ પડી હતી. તેમજ વઘઈમાં ભારે વરસાદથી ખાપરી નદી બે કાંઠે થઇ છે. ખાપરી નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે.