NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ડાંગઃ પીપલાઇદેવી ગામમાં લગ્નના જમણવાર બાદ ૨૦ બાળકોને ફૂડ પોઈઝનિંગ

ડાંગઃ પીપલાઇદેવી ગામમાં લગ્નના જમણવાર બાદ ૨૦ બાળકોને ફૂડ પોઈઝનિંગ

 | 6:08 pm IST

ડાંગ જિલ્લાના પીપલાઇદેવી ગામે ફૂડ પોઇઝનથી વીસથી વધુ નાના બાળકો ગંભીર હાલતમાં આહવા સિવિલમાં સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી છે.

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા પીપલાઇદેવી ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં ગયેલા ૨૦ જેટલા નાના નાના ટાબરિયાઓને મોડી રાત્રે દસ વાગ્યા પછી ફૂડ પોઇઝનિંગ થયું હતું.ઝાડા,ઉલ્ટી,ચકકર આવાવ જેવી ફરિયાદો શરૃ થતાં તરત જ ગામના આગેવાનો દ્વારા તમામ નાના નાના ટાબરિયાઓને આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આહવા સિવિલમાં સારવાર લઇ રહેલા નાના બાળકોમાં અમીનાબેન સાયબુ પવાર (ઉવ.૯), રીનુબેન સાયબુ પવાર (ઉ.૯), લક્ષ્મણ અનંદ બરડે (ઉ.૬), અંજુબેન ગુલાભાઇ બાગુલ( ઉ-૮,) નયનાબેન ગુલાબ બાગુલ(-ઉ.૯, )લલીતાબેન શીવરામભાઇ( ઉ-૮) , સમીરભાઇ ગંગારામ મોરીશ(-ઉ-૬) વિપુલભાઇ ગંગારામભાઇ મોરીશ (ઉ-૮,)કૈલશુ સુભાભાઇ પવાર( ઉ-૮) સુનંદા સીતારામ મોરીશ (ઉ-૯,) જ્યોતિબેન ગંગારામ મોરીશ( ઉ-૯ )અશ્વિન રામુ મોરીશ(ઉ-૬,) અનિલા સુભાષ બરડે( ઉ-૧૦), રમિલા સુભાષ બરડે( ઉ-૧૧), અસ્મિતા સુભાષ બરડે( ઉ-૮,) વિશાલ રામુ બરડ( ઉ-૬), સુશિલા રામુ પવાર (ઉ-૧૧ )યુવરાજ દામુભાઇ પવાર (ઉ-૧૧) અસ્મિતા ગુલાબ ચૌધરી- (ઉ.૧૪) સંજના ગુલાબ ચૌધરી( ઉ-૯)(તમામ રહે.પીપલાઈ) નો સમાવેશ થાય છેઆહવા સિવિલમાં સારવાર લઇ રહ્યા છે.જોકે લગ્નના જમણવારમાં બાળકોને જ ફૂડ પોઈઝનિંગથી આૃર્ય ફેલાયું છે.કારણકે અન્ય કોઈ મોટાઓને કોઈ તકલીફ થઈ નથી.