Dangal Girl Fatima Sana sheikh dating Actor Aparshakti
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવુડના આ હીરોને ડેટ કરી રહી છે દંગલ ગર્લ સના શેખ

બોલિવુડના આ હીરોને ડેટ કરી રહી છે દંગલ ગર્લ સના શેખ

 | 12:08 pm IST

ફાતિમા સના શેખે આમિર ખાનની દંગલ ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી તે દંગલ ગર્લના નામે બોલિવુડમાં ફેમસ થઈ ગઈ છે. ફાતિમા દંગલ બાદ કોઈ ફિલ્મમાં દેખાઈ નથી, પરંતુ હાલ તે ફરીથી ચર્ચામાં આવી છે. તે દંગલનો કો-સ્ટાર અપારશક્તિ ખુરાનાને ડેટ કરી રહી છે તેવું ચર્ચાઈ રહ્યું છે.

દંગલમાં સનાએ ગીતા ફોગટનો રોલ કર્યો હતો, તો અપારશક્તિએ તેના કઝીનનો રોલ ભજવ્યો હતો. બંનેને એકસાથે અનેકવાર જોવામાં આવ્યા છે. હાલમાં જ બંનેને ફરીથી એકસાથે જોવામાં આવ્યા છે, જેને કારણે તેમના વચ્ચે અફેર હોવાની ચર્ચા ફરીથી સ્ટ્રોંગ બની છે. અપારશક્તિ અને ફાતિમાની કેમેસ્ટ્રી ગજબની છે. હાલ ફાતિમા આમિર ખાનની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં બિઝી છે, તો અપારશક્તિ સ્ત્રી અને હૈપ્પી ફિર ભાગ જાયેલી જેવી ફિલ્મો કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અપારશક્તિ બોલિવુડ એક્ટર આયુષ્યમાન ખુરાનાનો ભાઈ છે.