ગરમીનો કહેર, 8 વર્ષની બાળાનું અને એક વકીલનું મોત - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગરમીનો કહેર, 8 વર્ષની બાળાનું અને એક વકીલનું મોત

ગરમીનો કહેર, 8 વર્ષની બાળાનું અને એક વકીલનું મોત

 | 7:45 pm IST

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાર ગરમીને કારણે અમદાવાદમાં એક સિનીયર એડવોકેટનું મોત થયું હતું. તો સુરેન્દ્રનગરમાં પણ એક બાળકીનું ગરમીને કારણે મૃત્યુ થયું હતું. અમદાવાદમાં ગ્રામ્ય કૉર્ટમાં શુક્રવારે કેટલાક વકીલો બિમાર પડ્યા હોવાનાં સમાચાર છે તો બીજી તરફ એક વકીલનું મોત થયું હોવાનાં સમાચાર પણ સામે આવ્યા છે.

ભયંકર ગરમીને જોતા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને 18મી મેથી 23મી મે સુધી કાર્યવાહી ના કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ફક્ત કૉર્ટનાં અરજન્ટ કામકાજ ચાલુ રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનાં કારણે એક બાળકીનું મોત થયું છે. બાળકી બોટાદ ખાતે પોતાના મામાનાં ઘરે ગઇ હતી. સખત ગરમીનાં કારણે લૂ લાગવાથી 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. બાળકીનાં મોતથી સમગ્ર પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પાર 43 ડિગ્રીને પાર છે. રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં પણ ગરમી 43 ડીગ્રીને પાર છે.