ખતરોં કે ખિલાડીની તેજસ્વી પ્રકાશને મળી રોહિત શેટ્ટીની ફિલ્મ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ખતરોં કે ખિલાડીની તેજસ્વી પ્રકાશને મળી રોહિત શેટ્ટીની ફિલ્મ

ખતરોં કે ખિલાડીની તેજસ્વી પ્રકાશને મળી રોહિત શેટ્ટીની ફિલ્મ

 | 12:44 am IST

રોહિત શેટ્ટી ટીવી શો ખતરોં કે ખિલાડી હોસ્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ શોમાં અનેક પોપ્યુલર સેલિબ્રિટીઝે કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો છે. શોની કન્ટેસ્ટન્ટ તેજસ્વી પ્રકાશ પ્રખ્યાત બની રહી છે. તેજસ્વી પ્રકાશ પોતાની રીતે જ કામ કરવાનું પસંદ કરે છે અને રોહિત શેટ્ટી સાથે અવારનવાર વિવાદ પણ કરતી જોવા મળે છે. ખતરનાક સ્ટંટ કરવાથી પણ ખચકાતી નથી. પોતાની નટખટ અદાઓથી તે તેના દર્શકોને મનોરંજન પૂરી પાડી રહી છે. રોહિત શેટ્ટી પણ તેજસ્વીને પસંદ કરી રહ્યો હોય એવું લાગે છે. એની ઝલક આ શોમાં જોવા મળે છે. કદાચ એટલે જ રોહિત શેટ્ટીએ તેજસ્વીને એક મોટી તક આપી છે. રોહિત શેટ્ટીએ તેજસ્વી પ્રકાશને તેની આગામી મરાઠી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવાની તક આપી છે. તેજસ્વીએ આ વાતની જાણકારી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેજસ્વીનું કહેવું છે કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે રોહિત શેટ્ટીની પહેલી મરાઠી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવાની તક મળી. રોહિત શેટ્ટી આ ફિલ્મ બનાવી રહ્યા છે અને હું ખૂબ જ ઉત્સાહિત છું. રોહિત શેટ્ટી સાથે કામ કરીને સારો અનુભવ મળશે. જે મારા માટે યાદગાર બની રહેશે. રોહિત શેટ્ટી જે મરાઠી ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે તે ફિલ્મનું નામ છે સ્કૂલ કોલેજ આણી લાઈફ. આ ફિલ્મ મરાઠી ભાષામાં જલદી રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન