કદી ના ખાતા પાકિસ્તાનના ભાત, આવી પડશે જીવલેણ ઘાત - Sandesh
  • Home
  • World
  • કદી ના ખાતા પાકિસ્તાનના ભાત, આવી પડશે જીવલેણ ઘાત

કદી ના ખાતા પાકિસ્તાનના ભાત, આવી પડશે જીવલેણ ઘાત

 | 3:09 pm IST

ભારત અને પાકિસ્તાનના બામસતી ચોખા આમ તો સમગ્ર વિશ્વમાં જાણીતા છે, પરંતુ પાકિસ્તાનના ચોખા સામે હવે શંકા ઉપજી છે. આથી આ ભાતથી દૂર રહેવાની ભોજન રસિયાઓને સલાહ અપાઈ છે.

અમેરિકાના કસ્ટમ અધિકારીઓને પાકિસ્તાનથી નિકાસ થયેલા ચોખામાં ખતરનાક કિડાઓ પૈકી ખાપરા બીટલની લાર્વા મળી આવી છે. વર્જિનિયાના નોરફોક પોર્ટ પર આઠ સપ્ટેમ્બરે આવેલા ચોખાની ખેપમાં કસ્ટમ અધિકારીઓ તથા કૃષિ નિષ્ણાતોને ખાપરા બિટલની ચાર લાર્વા મળી છે.

આ ઘટના પછી ચોખાની સમગ્ર ખેપ પાકિસ્તાન પાછી મોકલી દેવાઈ છે. પાકિસ્તાની ચોખાના નમુના અમેરિકાના કૃષિ વિભાગને ચકાસણી અર્થે મોકલાયા હતા. ચકાસણીમાં પાકિસ્તાનથી આવેલા ચોખામાં ખાપરા બીટલ્સ કીટાણુ મળી આવ્યા છે. આ વર્ષે જ ખાપરા બિટલ મળી આવ્યાની આ બીજી ઘટના છે. આ કિટાણું અનાજ ખાઈ જાય છે. તેની પર અનેક પ્રકારની જંતુનાશકની પણ અસર થતી નથી. કિટાણુ પશુઓની સાથે માનવીમાં પણ બીમારી ફેલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન