Dangerous Misuse Of Mandate By Government : Sonia Gandhi
  • Home
  • Featured
  • કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓનો સોનિયા ઉધડો લઈ રહ્યા હતાં પણ રાહુલ ગાંધી જ…

કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓનો સોનિયા ઉધડો લઈ રહ્યા હતાં પણ રાહુલ ગાંધી જ…

 | 6:58 pm IST

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા પાર્ટી છોડીને ચાલ્યા ગયેલા નેતાઓ પર બરાબરનું નિશાન સાધ્યું હતું. સાથે જ તેમણે મોદી સરકાર વિરૂદ્ધ પાર્ટીના સીનિયર નેતાઓને રસ્તાઓ પર ઉતરવાની સલાહ આપી.

સોનિયાએ કહ્યું કે, લોકતંત્ર ખતરામાં છે. જનાદેશનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે સોશિયલ મીડિયા પર આક્રમકતા દાખવવી જ પુરતી નથી. જે લોકો હાલમાં પાર્ટી છોડીને ગયા છે તેઓએ પોતાનું અસલી ચરિત્ર દર્શાવ્યું છે.

સોનિયા ગાંધીએ પાર્ટીના સીનિયર નેતાઓને કહ્યું કે, આજે લોકતંત્ર ખતરામાં છે. સૌથી ખતરનાક રીતે જનાદેશનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્વતંત્રતા સેનાનીઓ તથા ગાંધી, પટેલ, આંબેડકર જેવા મહાપુરૂષોના સાચા સંદેશાઓને ખોટી રીતે ઉપયોગ કરી પોતાના નાપાક એજન્ડા પૂરા કરવા માંગે છે.

સોનિયા ગાંધીએ બેઠકને સંબોધિત કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની પાસે એજન્ડા હોવો જોઈએ અને માત્ર સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું પૂરતું નથી.

આ બેઠકમાં નેતાઓએ અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી મંદી વિશે પણ ચર્ચા પણ થઈ હતી. સોનિયાએ કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ ખૂબ ગંભીર છે. નુકસાન વધી રહ્યું છે. સામાન્ય લોકોનો આત્મવિશ્વાસ હલી ગયો છે અને સરકાર જે કંઈ પણ કરી રહી છે તે વધતા નુકસાનથી ધ્યાન હટાવવા માટે અભૂતપૂર્વ પ્રતિશોધની રાજનીતિમાં સામેલ છે. આપણે વધુ સારું કરવાની જરૂર છે. આપણા માટે હવે લોકોની પાસે જવું સૌથી મહત્વપૂર્ણ છે. જોકે સોનિયા ગાંધીએ બેઠકમાં ભાજપ અને કોંગ્રસ છોડી ગયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા પણ ખુદ રાહુલ ગાંધી જ આ બેઠકમાં હાજર રહ્યા નહોતા.

આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, દીપક બાબરિયા, એ. કે. એન્ટની, હરીશ રાવત, શક્તિ સિંહ ગોહિલ સહિત અનેક નેતા ઉપસ્થિત રહ્યા.

આ વીડિયો પણ જુઓ : કરજણના ખેડૂતો ને રાતા પાણીએ રોવાનો વારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન