દંગલના ટેક્નિશિયનને એટેક આવતાં આમિર રાતે હોસ્પિટલ દોડી ગયો - Sandesh
  • Home
  • Entertainment
  • દંગલના ટેક્નિશિયનને એટેક આવતાં આમિર રાતે હોસ્પિટલ દોડી ગયો

દંગલના ટેક્નિશિયનને એટેક આવતાં આમિર રાતે હોસ્પિટલ દોડી ગયો

 | 12:31 am IST

આમિર ખાનને અડધી રાતે અંધેરીની કોકીલાબહેન હોસ્પિટલમાં જોઈ ઇન્ડસ્ટ્રીમાં બધાને ટેન્શન થઈ ગયું . જોકે જ્યારે બધાને હકીકતની જાણ થઈ ત્યારે રાહત અનુભવવાની સાથે આમિર પ્રત્યેના માનમાં ઓર વધારો થયો. હકીકતમાં દંગલના સાઉન્ડ ટેક્નિશિયન શાજિત કોયરીને હૃદયરોગનો ભારે હુમલો થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એના પરિવારજનોએ આમિરને જાણ કરતા એ અડધી રાતે હોસ્પિટલ પહોંચી ગયો અને કોયરીના ખબરઅંતર પૂછવાની સાથે જરૂરી સહાય પણ કરી હતી. આ વાતની જાણ થતાં  અનેક ફેન હોસ્પિટલ પહોંચી ગયા અને આમિરની માનવતાના વખાણ કરવાની સાથે આ વાત સોશિયલ મીડિયા પર પણ શેયર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન