ડાંગની સરિતાએ જાકાર્તામાં એશિયન ગેમ્સ ટેસ્ટની દોડમાં સુવર્ણ પદક જીત્યો - Sandesh
NIFTY 10,500.90 -38.85  |  SENSEX 34,155.95 +-144.52  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ડાંગની સરિતાએ જાકાર્તામાં એશિયન ગેમ્સ ટેસ્ટની દોડમાં સુવર્ણ પદક જીત્યો

ડાંગની સરિતાએ જાકાર્તામાં એશિયન ગેમ્સ ટેસ્ટની દોડમાં સુવર્ણ પદક જીત્યો

 | 1:45 am IST

વાંસદા-ડાંગ, તા. ૧૪

તા. ૧૧થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે ચાલી રહેલી ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટઇવેન્ટ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ડાંગની દોડવીર કુ. સરિતા ગાયકવાડે તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડમેડલ જીતી દેશને એક વધુ ગોલ્ડ અપાવવામાં સફળતા મેળવી છે. ડાંગ જિલ્લાના સરહદી ગામ કરાડીઆંબાના શ્રમિક પરિવારની દીકરી સરિતા ગાયકવાડે ગત વર્ષના તેના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને આધારે ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે આ અગાઉ કેરાલા ખાતે છ માસની સઘન તાલીમ આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કોચ અજીમોનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી સરીતા ગાયકવાડ ઇન્ડોનેશિયા પહોંચી હતી જ્યાં ૪૦૦ મીટર વિઘ્નદોડ સહિત ૪૦૦।૪ રીલે માટે પણ તેણીની પસંદગી થઈ હતી. જે પૈકી વ્યકિતગત ૪૦૦ મીટર વિઘ્નદોડમાં સરિતા ગાયકવાડે ૩૫ દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ છોડી, ૫૯.૦૮ સેકન્ડમાં તેનું લક્ષ હાંસલ કરી ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કુ. સરિતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડમેડલ છે. જ્યારે તેના તરફથી ભારતને પણ આ પ્રથમ ગોલ્ડમેડલ અર્પણ કરાયો હતો. આ સાથે સરિતા ગાયકવાડનો આ કક્ષામાં તેનો બેસ્ટ ટાઇમિંગનો રેકોર્ડ પણ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે તા. ૧૪ના રોજ કોમ્પિટિશનના અંતિમ દિને સરિતા ૪૦૦।૪ મીટર રીલેમાં પણ ઇન્ડોર દોડવીર તરીકે ભાગ લઇ રહી છે.