daniel flynn New Zealand batsman announces retirement
  • Home
  • Corona live
  • ‘કોરોના’ સંકટ વચ્ચે ક્રિકેટ જગત માટે વધુ એક માઠા સમાચાર, હવે આ ક્રિકેટરે કરી સંન્યાસની જાહેરાત

‘કોરોના’ સંકટ વચ્ચે ક્રિકેટ જગત માટે વધુ એક માઠા સમાચાર, હવે આ ક્રિકેટરે કરી સંન્યાસની જાહેરાત

 | 4:09 pm IST

એક તરફ આખી દુનિયા કોરોના વાયરસથી લડી રહી છે. જ્યારે બીજી તરફ ક્રિકેટ જગત માટે માઠા સમાચાર આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે તાજેતરમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં વરસાદથી પ્રભાવિત મેચો માટે ડકવર્થ-લુઈસ-સ્ટર્ન વિધિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ટોની લુઈસનું નિધન થયા હોવાના સમાચાર પણ મળ્યા.

ત્યારે હવે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન ડેનિયલ ફ્લિન(Daniel Flynn) એ 34 વર્ષની ઉંમરમાં પોતાના ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યું છે. ફ્લિને ક્રિકેટના દરેક ફોર્મેટથી સંન્યાસ લીધો છે. ફ્લિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી મેચ રમી પરંતુ તે મોટું નામ બનાવવામાં નિષ્ફળ રહ્યા. ફ્લિને 2008માં ડેબ્યૂ કર્યુ હતું અને છ વર્ષના ઇન્ટરનેશનલ કરિયરમાં 24 ટેસ્ટ, 20 વન ડે અને 5 ટી20 મેચ રમી હતી. ફ્લિને ટેસ્ટમાં 5 અડધી સદી જ્યારે વન ડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર વેસ્ટઇન્ડિઝ સામે 95 રનનો હતો. જો કે 2013 બાદ તેઓ ટીમમાં વાપસી નહીં કરી શક્યા.

મીડિયા રિપોર્ટ મુજબ ફ્લિને જાહેરાત કરતા કહ્યું કે,‘પોતાના દેશ માટે રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે. મારું પણ બાળપણથી સપનું હતું કે હું દેશ માટે રમું. હું સંતુષ્ટ છું કે મારું આ સપનું પૂરું થયું છે. મે જે લોકો સાથે ક્રિકેટ રમી તેઓએ હંમેશા મને સપોર્ટ કર્યો અને ઘણું બધું શીખવાડ્યું.’

આ વીડિયો પણ જુઓ: અમદાવાદનું જમાલપુર માર્કેટ જેતલપુર શીફ્ટ કરાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન