dara singh hanuman of ramayana 33 lacs fees for the show
  • Home
  • Entertainment
  • Bollywood
  • રામાયણમાં હનુમાનનો રોલ કરનાાર દારા સિંહે વસુલી હતી મસમોટી ફી, આંકડો સાંભળી ચોંકી જશો!

રામાયણમાં હનુમાનનો રોલ કરનાાર દારા સિંહે વસુલી હતી મસમોટી ફી, આંકડો સાંભળી ચોંકી જશો!

 | 11:07 am IST

કોરોનાને રોકવા આખું વિશ્વ જ્યારે માથાકુટ કરી રહ્યું છે ત્યારે ભારત સરકારે પણ લોકડાઉન જાહેર કરીને જરૂરી પગલાં ભર્યા છે. એ વચ્ચે ઘરમાં બેસીને લોકો સમય પસાર કરી શકે તે માટે રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણ પણ ફરીથી પ્રસારિત કરવામાં આવી છે અને લોકો એને ભારે પસંદ કરી રહ્યા છે. રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવતા દારા સિંહને ભારે લોકપ્રિયતા મળી હતી.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે દારા સિંહે પહેલા હનુમાનના રોલ માટે ના પાડી હતી. એક સાંજે દારા સિંહને રામાનંદ સાગરનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે દારા સિંહને હનુમાનનો રોલ ઓફર કર્યો હતો. ત્યારે દારા સિંહે કહ્યું હતું, “સાગર સાહેબ, મારી ઉંમર લગભગ 60 વર્ષ થવા આવી છે. કોઈ યુવાન કલાકારને પસંદ કરો.” ત્યારે રામાનંદ સાગરે કહ્યું હતું કે, “તમે હનુમાન છો. તમે આ રોલ માટે ઉત્તમ છો.” ઉલ્લેખનીય છે કે એ સમયમાં રામ-સીતા અને હનુમાનનો રોલ કરનારા કલાકારોને લોકો સાચે ભગવાન માનીને પૂજા કરતાં હતા.

રામાયણના દરેક કલાકારોના કામના વખાણ પણ ખૂબ થયા હતા. આ શોમાં દારા સિંહને મહત્વનો રોલ સોંપાયો હતો. ત્યારે તેમને મળેલી ફી પણ ખૂબ ઊંચી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દારા સિંહે હનુમાનજીનો રોલ કરવા માટે એ સમયે 30-33 લાખ રૂપિયા લીધા હતા. આ ફી આજના પૈસા સાથે સરખાવીએ તો ઘણી વધારે કહેવાય, કરોડોમાં પણ કહી શકાય.

કોણ હતા દારા સિંહ

દારા સિંહ પોતાના જમાનાના એક કુશળ અભિનેતા અન કુશ્તીના પ્રસિધ્ધ ખેલાડી રહ્યા છે. તે એક શ્રેષ્ઠ અભિનેતા, ખેલાડી અને હતા. પહેલાં દારા સિંહને ફિલ્મોમાં કામ કરવામાં કોઈ રસ નહોતો. તે રમતોથી ખૂબ જ ખુશ હતા પરંતુ એક પ્રોડ્યૂસરે કહ્યુ કે ફિલ્મોમાં કામ કરો. તેમની જીદ આગળ નમીને ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કર્યુ. આ દરમિયાન મારી રમત (કુશ્તી) જરૂર પ્રભાવિત થઈ પરંતુ ધીરે ધીરે રમત અને અભિનય બંને વચ્ચે સાંમજસ્ય બેસાડી દીધુ. ઉલ્લેખનીય છે કે, દારા સિંહ ક્યારેય રમતમાં હાર્યા નથી અને હંમેશા અવ્વલ પરફોર્મન્સ જ આપ્યું. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમા પણ અભિનય કર્યો છે.
આ વીડિયો પણ જુઓ: સુરતમાં બાળકે કર્યું કોરોના ફંડમાં દાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન