rajinikanth and nayanthara looks from ar murugadoss film darbar
  • Home
  • Featured
  • Photos: ‘દરબાર’ના સેટ પરથી રજનીકાંત-નયનતારાની તસ્વીરો વાયરલ

Photos: ‘દરબાર’ના સેટ પરથી રજનીકાંત-નયનતારાની તસ્વીરો વાયરલ

 | 9:48 am IST

સુપરસ્ટાર રજનીકાંત મુંબઈમાં પોતાની આગામી ફિલ્મ ‘દરબાર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા જ ફિલ્મની એકટ્રેસ નયનતારાએ ફિલ્મની ટીમને જોઈન કરી. ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં રજનીકાંત ખુબજ યંગ લાગી રહ્યા છે. નયનતારા સાડી પહેરીને ખુબજ આકર્ષક લાગી રહી છે.

ફિલ્મ ‘દરબાર’ રજનીકાંતની 167મી ફિલ્મ છે. આ ફિલ્મમાં રજનીકાંત એક પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન એઆર મુરૂગદાસ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ફિલ્મનું નિર્માણ લાઈકા પ્રોડક્શન કરી રહ્યુ છે.

જાણકારી અનુસાર દરબાર ફિલ્મને 2020માં પોંગલના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ રજનીકાંતની ખુબજ સ્ટાઈલિશ ફિલ્મોમાંની એક છે.આ ફિલ્મમાં યોગી બાબુ પણ ખુબજ મહત્વનો રોલ નિભાવી રહ્યો છે.

એક રિપોર્ટ અનુસાર દરબારમાં પ્રતીક બબ્બર નેગેટિવ રોલ નિભાવશે. પ્રતીકે આ પહેલા બાગી 2માં નેગેટિવ રોલ નિભાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન