Darbh Na vanda na prayog thi lakshmi ji ni krupa varashshe
  • Home
  • Supplements
  • Nakshatra
  • દર્ભના વાંદાના પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા વરસશે

દર્ભના વાંદાના પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા વરસશે

 | 5:40 pm IST
  • Share

ભરણી નક્ષત્રમાં વાંદાને તોડીને લઈ આવવો અને ઘરે લાવીને દેવની પ્રતિમાની જેમ જ વાંદાને સ્નાન કરાવીને પીળાં અથવા લાલ વસ્ત્રમાં બાજોઠ ઉપર મૂકવો

સામાન્ય રીતે કેટલાંક ઝાડ ઉપર કોઈ બીજી જાતની વનસ્પતિ ઊગી જાય છે તેને વાંદો કહેવામાં આવે છે. જાંબુ, લીમડો, પીપળો, વડ વગેરેનાં ઝાડની જેમ જ જંગલમાં મળતા દર્ભના ઘાસ ઉપર આવા વાંદો નીકળી આવે છે

તંત્રશાસ્ત્રમાં વનસ્પતિ તંત્રનું પણ વિશેષ મહત્ત્વ છે. વિવિધ વનસ્પતિઓનો પ્રયોગ જુદી જુદી રીતે તંત્ર ક્ષેત્રે જોવા મળે છે. આવી જ વનસ્પતિઓની વચ્ચે જંગલમાં ખૂબ જ વધારે માત્રામાં મળનારી વનસ્પતિ કે જેને દર્ભના નામે ઓળખવામાં આવે છે. એક જમાનામાં ડભોઈમાં પુષ્કળ દર્ભ થતો હતો, તે ઉપરથી જ તેનું નામ દર્ભ- ‘ડભોઈ’ પડયું હતું.

દર્ભનો પ્રયોગ તંત્રમાં ધનપ્રાપ્તિના હેતુથી કરવામાં આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે કેટલાંક ઝાડ ઉપર કોઈ બીજી જાતની વનસ્પતિ ઊગી જાય છે તેને વાંદો કહેવામાં આવે છે. જાંબુ, લીમડો, પીપળો, વડ વગેરેનાં ઝાડની જેમ જ જંગલમાં મળતા દર્ભના ઘાસ ઉપર આવા વાંદો નીકળી આવે છે. તે વાંદાનો ઉપયોગ તંત્રમાં ધનપ્રાપ્તિના હેતુથી વિશેષ કરવામાં આવે છે.

આ વાંદાને પૂર્ણ વિધિ-વિધાનથી પ્રાપ્ત કરીને ઘરમાં લાવીને પૂજા કરવાથી ઘરમાં ધનસંપત્તિની વૃદ્ધિ થાય છે. વેપાર અથવા નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે. તે ઘરમાં લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે તથા દરેક પ્રકારની સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેતો.

જો તમને દર્ભનો વાંદો મળી જાય તો, તેને કોઈ શુભ મુહૂર્તમાં લાવવો. જે દિવસે વાંદો પ્રાપ્ત કરવાનો હોય તેના એક દિવસ પહેલાં તેને આમંત્રણ આપવું પડે છે અને બીજા દિવસે ભરણી નક્ષત્રમાં વાંદાને તોડીને લઈ આવવો અને ઘરે લાવીને દેવની પ્રતિમાની જેમ જ વાંદાને સ્નાન કરાવીને પીળાં અથવા લાલ વસ્ત્રમાં બાજોઠ ઉપર મૂકવો.

ચંદન, દીપ તથા પુષ્પ વગેરેથી પૂજા કરી, 11 માળા લક્ષ્મી-ગાયત્રી મંત્રની કરવી. જાપ કરવા માટે કમળ કાકડીની માળાનો ઉપયોગ કરવો જોઈએ.

મંત્ર                    

“ઓમ મહાલક્ષ્મ્યૈ ય વિદ્મહે વિષ્ણુપત્નિય ।  

ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત્ ।। ”  

ઉપરોક્ત મંત્રની 11 માળાના જાપ કરીને મંત્ર બોલતાં બોલતાં 108 આહુતિઓથી હવન કરવો. ત્યાર પછી તે કપડામાં વાંદા સહિત થોડાક ચોખા, હળદરની ગાંઠ તથા કોઈ એક સિક્કો મૂકીને પોટલી બાંધીને તિજોરીમાં કે જ્યાં પૈસા રાખતાં હોય ત્યાં મૂકી દેવો. વાંદો એક શુદ્ધ વનસ્પતિ છે. તેને પૂર્ણ વિધિવિધાન અને પૂજન કરીને ઘરમાં રાખવાથી આૃર્યજનક રીતે લાભની પ્રાપ્તિ થાય છે અને સુખ-શાંતિ બની રહે છે. તેમાં શંકા કરવી નહીં.

દર્ભના વાંદાના પ્રયોગો

દર્ભના વાંદાનો પ્રયોગ સામાન્ય રીતે ધનપ્રાપ્તિના હેતુ માટે કરવામાં આવે છે. તેથી દર્ભના વાંદાને સૂક્તના 16 શ્લોકના અનુષ્ઠાનથી સિદ્ધ કરીને તિજોરી કે ઘરમાં રાખવાથી સુખ, શાંતિ, ધન-સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય લક્ષ્મીપ્રાપ્તિ માટે દર્ભના વાંદાને નીચેના મંત્રની દરરોજ 11 માળા કરવાથી પણ તે 90 દિવસના સમયગાળામાં સિદ્ધ થઈ જાય છે અને આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવે છે.

મંત્ર


ક એ ઈ લ હ્રી હ સ ક લ હ્રીં
સકલ હ્રીં ફટ્ટ સ્વાહા

દર્ભના વાંદાને કેસરથી કે સિંદુરથી રંગીને નિત્ય પૂજા કરવાથી તેની શક્તિમાં ચમત્કારિક રીતે વધારો થાય છે અને જેનાં ફળ સાધકને મળે છે. દર્ભ એ મૂળભૂત દૃષ્ટિએ ગણેશનું ઘાસ છે. દર્ભ ગણેશની અતિપ્રિય વસ્તુ છે. દર્ભની હાથાજોડી પુષ્કળ પ્રમાણમાં છૂટથી મળે છે. અગાઉ શ્વેતાર્ક ગણેશના મંત્રો આપેલા છે તેમાંથી કોઈ પણ મંત્ર વડે દર્ભના વાંદાને સિદ્ધ કરી શકાય.

દર્ભના મૂળમાંથી નીકળતી હાથાજોડી વિધિપૂર્વક સિદ્ધ કરી જો પાસે રાખવામાં આવે તો, જીવનમાં દિનપ્રતિદિન ઉદય થયા કરે છે. વ્યક્તિ સર્વાંગી વિકાસ પામી સર્વ સુખ ભોગવે છે. દર્ભનાં મૂળમાંથી ક્યારેક સ્વયં ગણેશજીના આકારની મૂર્તિ મળે છે. આ ખૂબ જ સૌભાગ્યની વાત છે.

જેમ સફેદ આકડાના ગણેશ મળે છે તેવી રીતે આ ગણેશ ઉપર અથર્વશીર્ષ કે ઋણમોચન ગણેશ મંત્ર કે કોઈ પણ ગણેશના મંત્રનો વિધિપૂર્વક પ્રયોગ કરવામાં આવતાં ઉત્તમ ધન, સંપત્તિ, આરોગ્ય, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. પોતાના કામ-ધંધાના સ્થળે દર્ભનો વાંદો પોતાની બેઠક નીચે બુધવારે સાંજે મૂક્વો અને બીજા બુધવારે તે બદલવો. આ કર્મ કરવાથી ધંધામાં કોઈના કોઈપણ પ્રકારના પ્રયોગો નિષ્ફળ જાય છે.

ધંધો કોઈ બાંધી શકતું નથી. ધંધામાં કર્જ (દેવું) થતું નથી અને દિનપ્રતિદિન વેપાર-રોજગારમાં વધારો થાય છે. આમ, દર્ભ પૃથ્વી પરનું અમૃત છે. અમૃતકુંભમાંથી જે થોડાં બિંદુ ધરતી ઉપર પડયાં હતાં તે જગ્યાએ જે વનસ્પતિ ઊગી ગઈ તે જ દર્ભ. – ભરત દુદકિયા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો