જોનારના જીવ પડીકે બંધાય છે, પરંતુ સ્ટંટબાજના પેટનું પાણી હાલતું નથી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • જોનારના જીવ પડીકે બંધાય છે, પરંતુ સ્ટંટબાજના પેટનું પાણી હાલતું નથી

જોનારના જીવ પડીકે બંધાય છે, પરંતુ સ્ટંટબાજના પેટનું પાણી હાલતું નથી

 | 11:02 am IST


યુ-ટયુબ પરનો આ વીડિયો લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ વીડિયો જોનાર દરેક જણ એમ બોલતા અટકતો નથી કે આ તો નર્યું ગાંડપણ છે. આ વીડિયોને હજુ સુધી 10 લાખ લોકો જોઈ ચુક્યા છે.

વીડિયો માફ 46 સેકન્ડનો છે. તેમાં અલેખ નામનો યુવાન બહુમાળી ઈમારતના ધાબાની પાળ પર ઊભો રહે છે. પ્રથમ અલેખ તેના શર્ટથી પાળ સ્વચ્છ કરે છે. ત્યારપછી સેલ્ફી સ્ટીક દ્વારા જમીનથી ધાબા સુધીનું અંતર દર્શાવે છે.

ત્યારપછી અલેખ હાવરબોર્ડ પર ઊભો રહે છે અને સ્ટંટ દર્શાવે છે. આ સ્ટંટ એવા છે કે હ્દયના ધબકારા ચુકી જવાય. આટલું જ નહીં અલેખ ધાબાની ધારે ઊભો રહી થોડાક જ સેન્ટી મીટરના અંતરે બોલ્કેટ બોલ સાથે બેકફ્લિપ કરતો દેખાય છે.

અલેખ નામનો યુવાન આ પ્રકારના દિલધડક સ્ટંટ માટે જાણીતો છે. અગાઉ પણ તેણે અશક્ય લાગે તેવા સ્ટેટના વીડિયો શેર કર્યા છે.