ન્યુડ કે રેડ કલરની લિપસ્ટિકની 'આ' રીતે કરો પસંદગી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ન્યુડ કે રેડ કલરની લિપસ્ટિકની ‘આ’ રીતે કરો પસંદગી

ન્યુડ કે રેડ કલરની લિપસ્ટિકની ‘આ’ રીતે કરો પસંદગી

 | 7:33 pm IST
  • Share

મોટા ભાગની મહિલાઓને પોતાના માટે ન્યુડ કલરની લિપસ્ટિક પસંદ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. જોકે આ માટે રસ્તો સાવ સરળ છે. ગોરી મહિલાઓએ પિન્ક અન્ડરટોન ધરાવતી ન્યુડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ. ઘઉંવર્ણી મહિલાઓએ ઓરેન્જ અન્ડરટોનવાળી, જ્યારે શ્યામવર્ણી મહિલાઓએ બ્રાઉન અન્ડરટોન ધરાવતી ન્યુડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ.

ન્યુડની જેમ ઘણી મહિલાઓને પોતાના માટે રેડ કલરની લિપસ્ટિક પસંદ કરવામાં પણ ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાનો સીધો સરળ ઇલાજ એ છે કે ગોરી મહિલાઓએ બ્લુ અન્ડરટોન ધરાવતી રેડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ. ઘઉંવર્ણી મહિલાઓએ ઓરેન્જ અન્ડરટોનવાળી, જ્યારે શ્યામવર્ણી મહિલાઓએ બર્ગન્ડી અન્ડરટોન ધરાવતી રેડ લિપસ્ટિક પસંદ કરવી
જોઈએ.

જો કે ઘણી મહિલાઓ પોતાની લિપસ્ટિકના શેડની સરખામણીમાં ઘણા ડાર્ક શેડનું લિપ-લાઇનર વાપરતી હોય છે. આવું કરવાથી લિપસ્ટિક અને લિપ-લાઇનર વચ્ચેનો તફાવત ઊડીને આંખે વળગે છે. આવું ન થાય એ માટે લિપ-લાઇનર હંમેશાં લિપસ્ટિકના શેડનું જ વાપરવું તથા એ લગાડ્યા બાદ આંગળીઓની મદદથી એનો રંગ થોડો આછો કરી દેવો. આમ કર્યા બાદ જ્યારે લિપસ્ટિક લગાડવામાં આવે છે ત્યારે એનો લુક એકસરખો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન