ડાર્ક નેકની સમસ્યાને કરશે છૂમંતર આ માત્ર 10 રૂપિયામાં થતા 3 ઘરગથ્થુ સરળ ઉપાયો - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ડાર્ક નેકની સમસ્યાને કરશે છૂમંતર આ માત્ર 10 રૂપિયામાં થતા 3 ઘરગથ્થુ સરળ ઉપાયો

ડાર્ક નેકની સમસ્યાને કરશે છૂમંતર આ માત્ર 10 રૂપિયામાં થતા 3 ઘરગથ્થુ સરળ ઉપાયો

 | 6:46 pm IST

ડાર્ક નેકની સમસ્યા ઘણાં લોકોને હોય છે જેનાથી તમારા ચહેરા કરતાં ગરદનની ત્વચા વધારે કાળી લાગે છે. આને કારણે તમારી પર્સનાલિટિમાં બહું ફરક પડી જાય છે. તો જે તમારી પર્સનાલિટિને ખરાબ કરે તેને તમારે ફટાફટ છૂ કરી દેવું જોઈએ. આજે આપણે તે માટેના ઘરગથ્થુ ઉપાય જોઈએ.

લીંબુ
લીંબુ તમારી ત્વચાની કાળાશને ઓછી કરીને ચમકતી અને ગોરી બનાવે છે. તમે લીંબુનો રસ સીધો જ તમારી ડોક પર લગાવી શકો છો. રોજ તમારે આ પ્રયોગ એક સપ્તાહ સુધી કરવો તમને ચોક્કસ પરિણામ દેખાશે.

ઓટ્સ
ટોમેટો પલ્પ અને ઓટ્સનો પાવડર મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડોક પર લગાવીને 10 થી 15 મિનિટ સુધી લગાવી રાખો. અને પછી તેને હળવે હળવે મસાજ કરો. આવું તમે એક સપ્તાહમાં 3 વાર કરી શકો છો.

બેકિંગ સોડા
બેકિંગ સોડા ત્વચાને નિખારતું એક અનોખી સામગ્રી છે. બેકિંગ સોડામાં તમે પાણી ઉમેરી એક પેસ્ટ બનાવી લો અને તેને તમારી ડોક પર લગાવી 10 મિનિટ રહેવા દો જેનાથી તમારી ત્વચાની કાળાશ જતી રહેશે અને ત્વચા બનશે એકદમ નિખરી નિખરી.