BhaktiwithSandesh Darshan meladious mother Temple in surendrnagar
  • Home
  • Featured
  • દર્શન કરીશું સર્વ મનોકામના પૂર્ણ કરનાર મેલડી માતાના, Video

દર્શન કરીશું સર્વ મનોકામના પૂર્ણ કરનાર મેલડી માતાના, Video

 | 8:58 am IST

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે એક ખુબ જ પવિત્ર માતાજીનુ ધામ. જ્યાં ભકતો પગપાળા દર્શન કરવા આવીને પોતાની મનોકામના પૂર્ણ થઈ હોવાનો અનુભવ કરે છે. સાયલા તાલુકાના ધમરાસળા ગામે મેલડી માતાનુ ખુબ સુંદર મંદિર આવેલુ છે. જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે. તો આવો જાણીએ આ મંદિરનો ઈતિહાસ.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધમરાસળા અને ધાંધલપુરના સિમાડે બિરાજમાન છે માતા મેલડી. શક્તિ સ્વરુપા મા મેલડીનું આ ધામ આશરે 70 વર્ષ જુનુ માનવામાં આવે છે.કહેવાય છે કે જે પણ ભક્ત પગપાળા માના દર્શન કરે તેની તમામ મનોકામના સાર્થક થાય છે.

દર રવિવારે ઘઉંના ભરડા અને તેલના તાવા માતાજીને ધરવા આવે છે. માતાજીને ચાપડી તાવાનો ભોગ ધરાવામાં આવે છે. દર રવિવારે લગભગ 2 હજાર જેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લે છે. રાજ્યભરમાંથી ભક્તો મા મેલડીના ચરણોમાં શિષ ઝુકાવવા આવે છે. કુદરતી વાતાવરણમાં નિર્મિત આ ધામમાં પ્રવેશતા જ શ્રદ્ધાળુના મનમાં પ્રસન્નતા વ્યાપી જાય છે.

આ ધામમાં દર રવિવારે ભક્તોની ભારે ભીડ જામે છે. કહેવાય છે કે અસંખ્ય ભક્તોને મા મેલડીના પરચા મળ્યા છે. સંતાનવિહોણાને સંતાનપ્રાપ્તિ, બિમાર ભક્તની રોગમુક્તિ અને પારિવારીક સમસ્યાઓ દૂર કરતી મા મેલડીમાં ભક્તોને અપાર આસ્થા છે. તો આમ સાયલામાં બિરાજીત મા મેલડીના ચરણોમાં વંદન કરી સૌ કોઈ ધન્યતાની લાગણી અનુભવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન