રાજસ્થાનના ડુંગરપુરના ભિલુડા ગામે સ્થિત રઘુનાથજી ધામના કરો દર્શન, Video
આજે છે કારતક વદ બીજ અને બુધવાર…આજે ભક્તિ સંદેશમાં ભજીશુ શ્રી રામનું નામ જેમાં સૌ પ્રથમ સૌને આશીર્વાદ આપતા શ્રી રામની કરીશુ આરતીવંદના , તો સાથે જે એક એવા ધામનાં દર્શન કરીશુ જે સ્થાપિત છે ડુંગરપુરનાં ભિલુડા ગામે અને જે રઘુનાથજીનાં ધામ તરીકે પ્રસિદ્ધ પામ્યુ છે તો સાથે આજે જાણીશુ શાસ્ત્રોની એક એવી ખાસ વાત જેનાથી દેવીદેવતાઓ થશે પ્રસન્ન…
જેમાં કેવી રીતે અને કયારે કરવો ઘંટડીનો નાદ તે અંગેનું માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા…તો આવો પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા આપ પણ અમારી સાથે જોડાઈ જાઓ ભક્તિસંદેશની આ યાત્રામાં…
શ્રી હરી વિષ્ણુના જ બે સ્વરુપ છે શ્રી રામ અને શ્રી કૃષ્ણ..કહેવાય છે કે કળિયુગમાં જો ઉત્તમ વ્યક્તિ બનવુ હોય શ્રી રામે કરેલા કાર્યો કરવા અને શ્રીકૃષ્ણએ જે કહ્યુ છે એ કરવુ..પરંતુ આ બન્ને સ્વરુપોના જો એક મુર્તિમાં જ એક સાથે દર્શન થઇ જાય તો ભક્તના જીવનમાં સુખાકારીનો પાર નથી રહેતો..આવા જ એક અદભુત અને ચમત્કારીક મંદિરના દર્શને જઇએ રાજસ્થાનના ડુંગરપુરના ભિલુડા ગામે સ્થિત રઘુનાથજી ધામ..અને મેળવીએ આ બન્ને સ્વરુપના સહિયારા આશિર્વાદ..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન