Darshan of Santram Maharaj's throne in Kalsar village of Kheda video
  • Home
  • Featured
  • ખેડાના કાલસર ગામે સંતરામ મહારાજની ગાદીના કરો દર્શન, આકરી બાધા રાખવાથી મનોકામના થાય છે પૂર્ણ

ખેડાના કાલસર ગામે સંતરામ મહારાજની ગાદીના કરો દર્શન, આકરી બાધા રાખવાથી મનોકામના થાય છે પૂર્ણ

 | 8:32 am IST

નડીયાદમાં પગ મુકતા જ કોઈ અનેરી સંતસુવાસ આપણને સ્પર્શી જાય છે. કારણકે ત્યાં સંતરામ મહારાજે ભક્તિની , ત્યાગની અને તપસ્યાની ધુણી ધખાવી હતી.પરંતુ શું આપને ખ્યાલ છે કે સંતરામ મહારાજ નડીયાદમાં જતા પૂર્વે ખેડા જિલ્લાના કાલસર ગામે પણ વિહાર કરતા કરતા આવ્યા હતા અને આજે પણ તે જ સ્થળે સંતરામ મહારાજની ગાદીના થાય છે દર્શન..તો આવો જઈએ ખેડાના કાલસર ગામે અને મેળવીએ સંતરામ મહારાજના આશીર્વાદ..

આપણા દેશમાં સંતો મહંતોને ઈશ્વર સરીખુ સ્થાન પ્રાપ્ત થયુ છે કે કારણકે પૌરાણિક સમયથી જ ઋષિ મૂનિઓ સંતો મહંતોને આગવુ સ્થાન પ્રાપ્ત થયેલુ છે…ત્યાં સુધી કે ઈશ્વર પર જ્ઞાન પ્રાપ્ત કરવા ઋષિ મૂનિઓની પાસે જતા હતા ..પરંતુ હવે વાત કળિયુગની છે કે જ્યાં મનુષ્યને માર્ગદર્શન આપે છે સંતો અને મહંતો..અને એવા જ એક ગુરુ એટલે સંતરામ મહારાજ..ગુજરાતમાં સંતરામ મહારાજની ગાદી સ્થાપિત હોય તેવા ઘણા મંદિરો છે પરંતુ આજે આપણે જઈશુ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામે ..કે જ્યાં આશરે 200 વર્ષ પૂર્વે સંતરામ મહારાજ આવ્યા હોવાની માન્યતા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન