VIDEO: આજે જઈએ બનાસકાંઠાની સફરે અને કરીએ વાવમાં સ્થાપિત ત્રિદેવ મંદિરના દર્શન
ભક્તિ સંદેશની જીવનને ધન્ય બનાવતી યાત્રામાં આપનું સ્વાગત છે. આજે છે મહા વદ પાંચમ અને ગુરુવાર. આજની આ સફરમાં પ્રભુનાં વિવિધ સ્વરુપની કરીશુ ઉપાસના. જેમાં સૌપ્રથમ ભગવાન સત્યનારાયણની આરતી દ્વારા જીવનને બનાવીશુ સમૃદ્ધ, ત્યારબાદ બનાસકાંઠામાં સ્થાપિત ત્રિદેવ ધામનાં કરીશુ દર્શન તો સાથે જ સાંઈબાબાના ભજનકિર્તનની સાથે પવિત્રતાની કરીશુ પ્રાપ્તિ.
આજની ભક્તિ સંદેશની આ યાત્રામાં આપણે દર્શન કરીશુ બનાસકાંઠાનાં વાવમાં સ્થાપિત ત્રિદેવ મંદિર. આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં અલગ અલગ ધામનાં દર્શન તો કર્યા જ હશે પરંતુ આજે આપણે જાણીશુ એક એવા ધામનો મહિમા કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક સાથે બિરાજમાન છે. તો આવો જઈએ બનાસકાંઠાની સફરે અને કરીએ ત્રિદેવનાં દર્શન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન