Dassault Aviation Mbda Yet To Fulfil Offset Obligations Under Rafale Deal : CAG
  • Home
  • Featured
  • રાફેલ ફાઈટર જેટ્સ બનાવનારી કંપની ભારત સાથે કરી ગઈ આ ચાલાકી : CAGએ કર્યો ખુલાસો

રાફેલ ફાઈટર જેટ્સ બનાવનારી કંપની ભારત સાથે કરી ગઈ આ ચાલાકી : CAGએ કર્યો ખુલાસો

 | 11:29 pm IST

રાફેલ યુદ્ધ વિમાનના સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપને લઈને વિરોધ પક્ષ અનેકવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી ચુક્યો છે. સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોચ્યો હતો. હવે CAGએ ડિફેંસ ઓફસેટ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ચાલાકી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 36 રાફેલ યુદ્ધ વિમાનોના સોદાના ઓફસેટ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં પ્રસ્તાવ હતો કે, ડીઆરડીઓને હાઈ ટેક્નોલોજી આપીને વેંડર પોતાનો 30 ટકા ઓફસેટ પુરો કરશે.  પરંતુ હજી સુધી ટેક્નોલોજી ટ્રાંસફર સુનિશ્ચિત નથી થઈ શકી. ડીઆરડીઓને આ ટેક્નોલોજી સ્વદેશી તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એંજિન (કાવેરી) વિકસાવવા માટે જોઈતી હતી. પ અરંતુ હજી સુધી વેંડરે ટ્રાંફર ઓફ ટેક્નોલોજી નક્કી નથી કરી.

CAGએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓફસેટ પોલિસીથી ધાર્યા પરિણામો નથી મળી રહ્યાં માટે મંત્રાલયે પોલિસી અને તેને લાગુ કરવાની રીતની સમીક્ષા કરવાની જરૂર છે. જ્યાં પણ મુશ્કેલી આવી રહી છે તેની ઓળખ કરીને તેનું સમાધાન શોધવાની પણ તાતી જરૂરિયાત છે.

ફ્રાંસની ડેસોલ્ટ પાસેથી ભારતે કુલ 36 રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. આ સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા હતાં. પરંતુ તેમાં કંઈ ખાસ નિકળ્યુ નહોતુ. હવે કોમ્પટોરલ જનરલે એટલે કે CAGએ પોતાનો વાર્ષિક રિપોર્ટ સંસદના પટલ પર મુક્યો છે. જેમાં કેગે રાફેલને લઈને કહ્યું છે કે, એવો કોઈ કેસ જણાયો નથી જેમાં કોઈ વિદેશી વેંડર મોટી ટેક્નોલોજી ભારતને આપી રહ્યો હોય. 29 જુલાઈએ ભારતને 5 રાફેલ મળી ગયા છે. ફ્રાંસ સાથે 36 રાફેલ વિમાનો માટે ભારતે 59 હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. ભારતની ઓફસેટ પોલિસી પ્રમાણે વિદેશી એંટિટીને કોંટ્રાક્ટનો 30 ટકા રિસર્ચ કે ઉપકરણો પરનો ખર્ચ ભારતમાં જ કરવાનો હોય છે. આ નિયમ 300 કરોડથી વધારેના દરેક  ઈંપોર્ટ પર લાગુ થાય છે.

તેના માતે ફ્રીમાં ટેક્નોલોજી ટ્રાંસફર અને ભારતની પ્રોડક્ટને ખરીદવામાં પણ આવી શકે છે. કેગના ઓડિટરે કહ્યું છે કે, વેંડર પોતાના ઓફસેટ કમિટમેંટને પુરૂ કરવામાં નિષ્ફલ રહ્યાં છે. કેગે કહ્યું છે કે, સંરક્ષણ મંત્રાલયને પોતાની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. કેગે એમ પણ કહ્યું હતું કે 2005થી 2018 સુધી વિદેશી કંપનીઓ સાથે 48 કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતાં% જે કુલ 66,427 કરોડ રૂપિયાના હતાં. ડિસેમ્બર 2018 સુધી 19,223 કરોડ રૂપિયાના ઓફસેટ ટ્રાંસફર થવાનું હતું પરંતુ માત્ર 11,223 કરોડ રૂપિયાનું જ ટ્રંસફર કરવામાં આવ્યું છે. જે નિર્ધારીય વાયદા પ્રમાણે માત્ર 59 ટકા જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન