dassault-freely-chose-reliance-for-rafale-partnership
  • Home
  • World
  • રાફેલ સોદા પર ફ્રેન્ચ મીડિયાપાર્ટે કરેલા ધડાકા બાદ દસૉએ આપી સફાઈ

રાફેલ સોદા પર ફ્રેન્ચ મીડિયાપાર્ટે કરેલા ધડાકા બાદ દસૉએ આપી સફાઈ

 | 5:17 pm IST

ફ્રેન્ચ એવિએશન કંપની દસોએ રાફેલ ડીલમાં રિલાયન્સને ઓફસેટ પાર્ટનર બનાવવા સંબંધી ફ્રેન્ચ મીડિયા મીડિયાપાર્ટની રિપોર્ટ પર સફાઈ આપી છે. પોતાની સફાઈમાં દસોએ કહ્યું છે કે, કંપનીએ ‘સ્વતંત્ર’ રૂપમાં ભારતીય કંપની રિલાયન્સ સાથે મળીને દસો રિલાયન્સ એયરોસ્પેસ લિમિટેડ (DRAL) બનાવી હતી. આ કંપનીને રાફેલ એરક્રાફ્ટ અને ફાલ્કોન 2000 બિઝનેસ જેટ માટે પાર્ટ બનાવવાના હતા.

દસોએ પોતાના નિવેદનમાં પુષ્ટી કરતાં કહ્યું છે, ‘ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલ કરાર હેઠળ સપ્ટેમ્બર 2016 સુધી ભારતને 36 રાફેલ એરક્રાફ્ટ વેચવામા આવ્યા હતા. ફ્રેન્ચ એવિએશન કંપની દસોએ સ્પષ્ટ કર્યુ કે, તેને રિલાયન્સ ગ્રુપને પોતાની મરજીથી ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરી હતી.’

મીડિયાપાર્ટે પોતાની રિપોર્ટમાં કર્યો દાવો

ફ્રેન્ચ ન્યૂઝપેપર મીડિયાપાર્ટે પોતાની ઈન્વેસ્ટીગેટીવ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, દસોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ સાથે પાર્ટનરશિપ બતાવીને રાફેલ ડીલ મેળવી છે. કંપનીએ દાસ્તાવેજો અનુસાર, રાફેલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે તેને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ સાથે પાર્ટનરશીપ બતાવવી પડી હતી. કંપનીએ ભારતીય માર્કેટમાં ઘૂસવા માટે આ પગલું ભર્યુ હતું.

મીડિયાપાર્ટ પાસે દસ્તાવેજ છે, તે જણાવે છે કે, દસોએ રિલાયન્સને પોતાના સમકક્ષ ગણીને તેના સાથે ગઠબંધનને ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવા માટે અનિવાર્ય રસ્તાના રૂપમાં ઉપયોગ કર્યો.

પોતાની મરજીથી રિલાયન્સને પાર્ટનર બનાવી
દાસોએ કહ્યું છે કે, તેને ભારતીય નિયમો અને આવા સોદાઓની પંરપરા અનુસાર કોઈ ભારતીય કંપનીને ઓફસેટ પાર્ટનર બનાવવાનું વચન આપ્યું હતુ. તે માટે કંપનીએ જોઈન્ટ-વેન્ચર બનાવવાનો નિર્ણય કર્યો. દસો કંપનીએ કહ્યું કે, તેને રિલાયન્સ ગ્રુપને પોતાની મરજીથી ઓફસેટ પાર્ટનર બનાવ્યું છે.

DRAL પ્લાન્ટની આધારશિલા નાગપુરમાં 27 ઓક્ટોબર 2017માં રાખવામા આવી હતી. આ પ્લાન્ટ ફાલ્કોન 2000 બિઝનેસ જેટ માટે પાર્ટ બનાવશે. આ પાર્ટ 2018ના અંત સુધીમાં બનાવી લેવામા આવશે. તે પછી બીજા તબક્કામાં રાફેલ એરક્રાફ્ટના પાર્ટ બનાવશે.