data-leak-of-five-lakh-usersdata-leak-of-five-lakh-usersdata-leak-of-five-lakh-users
  • Home
  • Featured
  • ગૂગલમાં મોટી સેંધમારી, પાંચ લાખ યૂઝર્સનો ડેટા લીક, ગૂગલ પ્લસ બંધ

ગૂગલમાં મોટી સેંધમારી, પાંચ લાખ યૂઝર્સનો ડેટા લીક, ગૂગલ પ્લસ બંધ

 | 4:26 am IST

 

ગૂગલે સોશિયલ નેટવર્ક ગૂગલ પ્લસ બંધ કરવાની જાહેરાત કરી છે. ગૂગલે જણાવ્યું હતું કે, ગૂગલ પ્લસના પાંચ લાખ યૂઝર્સના એકાઉન્ટમાં બગ આવી જતાં તેમનો ડેટા એક્સર્નલ ડેવલપર્સ પાસે પહોંચ્યો હોવાની શંકાથી અમે કસ્ટમર માટે ગૂગલ પ્લસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ સોફ્ટવેર બગ ગૂગલ પ્લસમાં ૨૦૧૫થી સેંધમારી કરી ચૂક્યો હતો. ગૂગલને ભય હતો કે જો આ મામલો જાહેર થઈ જશે તો તેની સરખામણી ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ સાથે થવા લાગશે. ગૂગલ પ્લસમાં રહેલા સોફ્ટવેર બગને શોધી કાઢવાની સાથે સાથે ટીમને જીમેલ અને એન્ડ્રોઇડમાં પણ પ્રાઇવસીના પ્રોબ્લેમ્સ મળી આવ્યાં હતાં.

ગૂગલ પ્લસ ડેટા લીક

ગૂગલ પ્લસનું કન્ઝયુમર વર્ઝન બંધ કરાયું, એન્ટરપ્રાઇઝ વર્ઝન જારી રહેશે 2. ગૂગલ પ્લસ સાથે સંકળાયેલી એપીઆઇની સમીક્ષામં સુરક્ષાના ગંભીર છીંડા મળી આવ્યા 3. સોફ્ટવેર બગે એપ ડેવલપર્સને યૂઝર પ્રોફાઇલ ફિલ્ડના દ્વાર ખોલી આપ્યાં 4. મિત્રો અને ગ્રૂપ સુધી રહેતો ડેટા એપ ડેવલપર્સ સુધી પહોંચી ગયો 5. જીમેલ ધરાવતા દરેક યૂઝર ઓટોમેટિક ગૂગલ પ્લસ સાથે સંકળાઈ જતાં હતાં

કયા પ્રકારનો ડેટા લીક થયો

નામ, ઇમેલ એડ્રેસ, વ્યવસાય, લિંગ, ઉંમર

કયા પ્રકારનો ડેટા સુરક્ષિત રહ્યો

પોસ્ટ,  મેસેજ, ગૂગલ એકાઉન્ટ ડેટા, ફોન નંબર, જી સ્યૂટનો કન્ટેન્ટ