Data leaks of 5 million subscribers of various portals including Flipkart
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ફ્લિપકાર્ટ સહિતની અનેક પોર્ટલના 50 લાખ ગ્રાહકોના ડેટા લીક થતા હાહાકાર

ફ્લિપકાર્ટ સહિતની અનેક પોર્ટલના 50 લાખ ગ્રાહકોના ડેટા લીક થતા હાહાકાર

 | 9:34 am IST
  • Share

  • 50 લાખથી વધુ ગ્રાહકના ડેટા લીક થયાનો ખુલાસો
  • Flipkart, Myntra,Jivame,Teestory, Brand Factoryના ડેટા લીક
  • Tata cliq, Shop Clues, Ajio અને Bewakoof

ઓનલાઈન શોપિંગ વેબસાઈટ Flipkart, Myntra,Jivame,Teestory, Brand Factory, Tata cliq, Shop Clues, Ajio અને Bewakoof ના 50 લાખથી વધુ ગ્રાહકના ડેટા લીક થયાનો ખુલાસો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો જેમાં ફલીપકાર્ટના 20 લાખ ગ્રાહકોનો ડેટાનો સમાવેશ થાય છે. શોપિંગ વેબસાઈટના ગ્રાહકોના ઓનલાઈન ઓર્ડરની બારોબાર ડિલીવરી લઈ લાખોની ઠગાઈ આચરનાર બે યુવકની ધરપકડના પગલે આ ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 9લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. તપાસમાં 1,029ગ્રાહકોના ઓનલાઈન ઓર્ડરની વસ્તુઓની આરોપીઓએ ડિલીવરી લઈ લીધાનું ખુલ્યું છે. આરોપીઓમાંગૌતમ ઉર્ફ પૃથ્વી કેશુભાઈ બારડ (ઉં,19) ડિપ્લોમાં આઈટીમાં અભ્યાસ કરતો હોવાનું અને નિલેશ ભીમાભાઈ બાબરીયા (ઉં,21) ધો-12 સુધી અભ્યાસ કર્યાનું તેમજ તે સાયબર ક્રાઈમમાં માસ્ટર માઈન્ડ હોવાની વિગતો પોલીસ તપાસમાં ખુલી છે. 

આરોપીઓએ Myntra 318, Flipcartના 295, Bewakoofના 116, Tata cliq 257, Brand Factory 19, Shop Cluesના 16 અને Ajioના 08 મળીને કુલ 1,029ગ્રાહકોના ઓનલાઈન ઓર્ડરની રૂ.12,10,548ની રકમના મોબાઈલ, કમ્પ્યુટર મોનીટર, કપડા, ઘરવખરીનો સામાન, ડિઝીટલ ઘડીયાળો, બ્રાન્ડેડ શૂઝ, ડ્રીલ મશિન, ઈલેક્ટ્રીક વાયરો જેવી વસ્તુઓની ડિલીવરી બારોબાર લઈ ઓનલાઈન ફ્રોડ કર્યું હતું. આ અંગે હજુ પણ આરોપીઓના ભોગ બનેલા વધુ ગ્રાહકોનો ડેટા બહાર આવે તેવી શક્યતા છે. જો કે, આરોપીઓ એમેઝોન શોપિંગ વેબસાઈટ ગ્રાહકોના એકાઉન્ટને એક્સેસ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. 

ગૌતમ અને નિલેશ બંને ટેલીગ્રામના વિવિધ ગ્રુપમાં સામેલ થયા બાદમાં ફોનમાં રહેલ ગ્રુપ ચેટ અને સોફટવેરનો અભ્યાસ કરી નેટફલીક્સ, હોટ સ્ટાર, સોની લાઈવ, પ્રાઈમ વિડીયો, ઝીપ જેવા ઓટીટી પ્લેટફોર્મના ગોલ્ડ તેમજ પ્રીમીયમ સબસ્ક્રિપ્શન ધરાવતા ગ્રાહકોનો લીક થયેલો ડેટા મેળવ્યો હતો. આ રીતે આરોપીઓ કોઈ ખર્ચ વગર કસ્ટમરોનો ડેટા મેળવતા હતા. Flipkart, Myntra,Jivame,Teestory, Brand Factory, Tata cliq, Shop Clues, Ajio અને Bewakoofના એકાઉન્ટોના યુઝરનેમ અને પાસવર્ડની લીક માહિતી આધારે ટેલીગ્રામ એપ્લીકેશન પરથી એક હેકીંગ ટુલ્સ ડાઉનલોડ કર્યું હતું. જે શોપિંગ વેબસાઈટના ગ્રાહકોના એકાઉન્ટની વિગત લેવા તેની બેકીંગ ફાઈલ ટેલીગ્રામ પરથી ડાઉનલોડ કરતા હતા. આરોપીઓ તેઓના આઈપી બ્લોક ના થાય તે માટે પ્રોક્ષી આઈપી એડ્રેસનો ઉપોયગ કરતા હતા. તમામ માહિતી ટેલીગ્રામ પરથી ડાઉનલોડ કર્યા બાદ ઓનલાઈન Amazon AWS સર્વિસ અને Google Cloud Microsoft Azureની ઓનલાઈન રિમોટ ડેસ્કટોપ સર્વરમાં ઉપરોક્ત ટુલ્સ ખોલી કન્ફીગ ફાઈલ રન કરાવી ઓનલાઈન ઓર્ડર આપનાર ગ્રાહકની વિગતો મેળવતા હતા. આ રીતે ઓનલાઈન પેમેન્ટ કરી ઓર્ડર કરનાર ગ્રાહકોના એકાઉન્ટમાં જઈ ગ્રાહકનું નામ, સરનામું અને ડિલીવરી સ્થળ બદલી નાંખી બારોબાર જે તે વસ્તુની ડિલીવરી લઈ લેતા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો