મોદી કેરની તારીખ નાણાકીય વર્ષના આરંભે કરાશે નક્કી   - Sandesh
  • Home
  • Budget 2018
  • મોદી કેરની તારીખ નાણાકીય વર્ષના આરંભે કરાશે નક્કી  

મોદી કેરની તારીખ નાણાકીય વર્ષના આરંભે કરાશે નક્કી  

 | 12:35 pm IST

સામાન્ય બજેટની રજૂઆત પછી પ્રથમવાર નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે આરોગ્ય વીમા યોજના માટે રૂ. 5 લાખની મદદ મોટી વાત છે. જ્યારે મોદીકેરની તારીખ નાણાકીય વર્ષના આરંભે નક્કી કરાશે.

બજેટમાં ખેડૂતો વિશે કરાયેલી જોગવાઈઓનો ઉલ્લેખ કરતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે બજેટમાં ખેડૂતો માટે કાંઈક કરી છૂટવાનો પ્રયાસ કરાયો છે. આ માટે ખેડૂતો માટેની લોન સરળ બનાવી દેવાઈ છે. તેમના માટે પાક વીમા યોજનાની પણ જોગવાઈ કરાઈ છે અને ટેકાના ભાવમાં પણ વધારો કરવાની જાહેરાત કરાઈ છે.

આ જાહેરાત અંગે નાણાપ્રધાન  જણાવ્યું હતું કે આગામી પાક સુધીમાં ભાવ દોઢ ગણા કરવાના પ્રયાસો શરૂ કરી દેવાશે. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આ દિશામાં કાંઈ જ કર્યું ન હતું.

આરોગ્ય વીમાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આરોગ્ય વીમા માટે સરકારની રૂં. 5 લાખની સહાય મોટી વાત છે. સરકાર જ આ રકમ ચુકવશે. તેનાથી ગરીબ વ્યક્તિ સરળતાથી સારવાર કરાવી શકશે.

નાણાપ્રધાને વધુમાં કહ્યું હતું કે લોંગ ટર્મ કેપિલટ ગેઈન પર લદાયેલો 10 ટકાનો વેરો મોટી કમાણી કરનારા લોકો માટે છે. શેરબજારમાં વધ-ઘટથી દેશને કાંઈ ફરે પડતો નથી. મારા દરેક બજેટમાં મધ્યમ  વર્ગને રાહતો અપાઈ છે. આટલું જ નહીં પગારદાર અને વરિષ્ઠ નાગરિકોને પણ રાહત પહોંચાડવામાં આવી છે.

નોકરિયાત વર્ગનો ઉલ્લેખ કરતાં જેટલીએ જણાવ્યું હતું કે સૌથી વધારે વેરા પગારદારો પાસેથી મળે છે. આથી તેમને રૂ. 40 હજાર સ્ડાન્ડર્ડ ડિડકશન આપવામાં આવ્યું છે.