RTIમાં પુછવામાં આવ્યું, ખાતામાં રૂ, 15 લાખ ક્યારે આવશે? તો આવો જવાબ મળ્યો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • RTIમાં પુછવામાં આવ્યું, ખાતામાં રૂ, 15 લાખ ક્યારે આવશે? તો આવો જવાબ મળ્યો

RTIમાં પુછવામાં આવ્યું, ખાતામાં રૂ, 15 લાખ ક્યારે આવશે? તો આવો જવાબ મળ્યો

 | 11:43 pm IST

પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે, દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા થવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વાયદાને પૂરો કરવા માટે તારીખ દર્શાવવી એ આરટીઆઇના દાયરામાં નથી આવતું. આ અંગે કોઇ જવાબ આપી ન શકાય. પીએમઓ તરફથી કેન્દ્રીય સૂચના આયોગને આ જાણકારી આપવામાં આવી હતી.

આ સમગ્ર કેસ આરટીઆઇ સાથે જોડાયેલો છે. અરજીકર્તા મોહન કુમારે નોટબંધીનાં અઢાર દિવસ બાદ પીએમઓ પાસે આ જાણકારી માગી હતી. જેમાં સવાલ કરાયો હતો કે, દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા ક્યારે આવશે? જેનો જવાબ ન આવતા આ સમગ્ર કેસ કેન્દ્રીય સૂચના આયોગ સુધી પહોંચ્યો હતો.

ચીફ ઇન્ફોર્મેશન કમિશનર આર. કે. માથુરે જણાવ્યું હતું કે, પીએમઓ તરફથી અને આરબીઆઇ તરફથી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પીએમઓએ જણાવ્યું કે, ૧૫ લાખ રૂપિયા જમા કરાવવા માટે તારીખ શું હશે અને નોટબંધી લાગુ થવાની જાણકારી પ્રિન્ટ મીડિયા સુધી કેવી રીતે પહોંચી? આ બંને વિશેની જાણકારી આરટીઆઇ એક્ટના દાયરામાં આવતી નથી. આરટીઆઇ એક્ટ ૨ એફ એક્ટ અંતર્ગત સૂચનાનો અર્થ એવા રેકોર્ડ, દસ્તાવેજ, મેમો, ઇમેઇલ, વિચાર, સલાહ, પ્રેસ વિજ્ઞાપન, સર્ક્યુલર, લોગબુક, અનુબંધ, મોડલ્સ અને ડેટા કે જેનો સરકારી અધિકારીઓ ઉપયોગ કરે છે. તા. ૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ અમિત શાહે કહ્યું હતું કે, દરેક પરિવારમાં ૧૫ લાખ રૂપિયાની વડા પ્રધાન મોદીની જાહેરાત એક જુમલો હતો. ભાષણમાં ભાર મૂકવા માટે તેમણે મોદીની આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન એક રેલીમાં નરેન્દ્ર મોદીએ દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા થવાની વાત કરી હતી

જનધન ખાતામાં જેણે રૂપિયા જમા કરાવ્યા તે રકમ ગરીબોને મળશે

નોટબંધી બાદ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રૂપિયા જમા થવાની અને મળવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. મુરાદાબાદમાં એક રેલીમાં તેમણે જણાવ્યું હતું કે, ગરીબોના ખાતામાં જે લોકોએ રૂપિયા જમા કરાવ્યા છે. તેઓ જેલમાં જશે અને તે રકમ ગરીબોને મળશે. પરંતુ જે લોકોએ જનધન ખાતામાં પૈસા જમા કરાવ્યા છે. તેમને ડરવાની કે ઉપાડવાની જરૂર નથી. જ્યારે નોટબંધી બાદ ૨૫ કરોડ જનધન ખાતામાં ૨૧ હજાર કરોડ જમા થયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી. નોટબંધી બાદ આ વાત માન્ય કરે છે.