datsun-offering-cash-discount-and-gold-coin
  • Home
  • Featured
  • દિવાળી પર આ કંપનીની ખરીદો કાર,મળશે સોનાનો સિક્કો અને 52,000 રૂપિયાની બમ્પર ઓફર

દિવાળી પર આ કંપનીની ખરીદો કાર,મળશે સોનાનો સિક્કો અને 52,000 રૂપિયાની બમ્પર ઓફર

 | 11:47 am IST

ભારતમાં હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. આ દિવાળી પર જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો માર્કેટમાં એક એકથી ચડીયાતી સ્કીમો સાથે ઓટો નિર્માતા કંપનીઓ પોતાના ગ્રાહકોને અલગ અલગ ડિસ્કાઉન્ટ આપી ફાયદો કરાવી રહી છે. કંપની તરફથી કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર સાથે સાથે સોનાના સિક્કાઓ આપવામાં આવી રહ્યા છે.

આજ શૃંખલામાં હાલ કાર નિર્માતા કંપની Datsunનો સમાવેશ થઈ રહ્યો છે. Datsun પોતાની કારમાં કેશ ડિસ્કાઉન્ટ ગોલ્ડ ઓફર આપવામાં આવી રહી છે. કંપની આ દિવાળી સ્પેશિયલ એડિશન પર ગ્રાહકોને શાનદાર ઓફર મળી રહી છે. આ તહેવારોની સિઝનમાં Datsunની ખરીદી કરનારને સોનાનો સિક્કો આપી રહી છે.

સાથે સાથે 1 રૂપિયાનો ઈશ્યોરન્સ આપી રહી છે. આ સાથે સાથે Datsunના કેટલાક મોડલ પર ગ્રાહકોને 52000નો ફાયદો આપી રહી છે તો સાથે કંપની ગ્રાહકોને 15000ની એક્સચેન્જ ઓફર આપી રહી છે. અહી આપનારી કારોમાં Datsun GO, Datsun GO+ અને Datsun redi-GOનો સમાવેશ થાય છે.

કંપનીએ હાલમાં Datsun GO, Datsun GO+ લૉન્ચ કરેલ છે. Datsun તરફથી ગ્રાહકોનો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. કંપની તરફથી મળી રહેલ ઓફરમાં જો તમે Datsun Redi-Go ખરીદો છો તો તમને 2 ગ્રામ સોનાનો સિક્કો મળશે.

સાથે સાથે 5 વર્ષમાટે અનલિમીટેડ કીલોમીટર વોરન્ટી, ફ્રી પિકઅપ અને ડ્રોપ 12,000 રૂપિયાની કિંમત NIC સાથે એક્સચેન્જ ઓફર મળી રહી છે. આ સાથે જો તમે સરકારી કર્મચારી છો તો તમને 4000ની વધારાની ઓફર મળી રહી છે.