દીકરીએ ઘરનું કામ-કાજ પણ શીખવું જ પડે ! - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • દીકરીએ ઘરનું કામ-કાજ પણ શીખવું જ પડે !

દીકરીએ ઘરનું કામ-કાજ પણ શીખવું જ પડે !

 | 1:49 am IST

પેરન્ટિંગ :- ડો. સ્વાતિ નાયક

કેતન અને મનીષાને એકમાત્ર દીકરી ઋજુતા માટે ખૂબ સ્નેહ હોય એ સ્વાભાવિક હતું. એ સારી રીતે ભણે અને સારી કોલેજમાં એડમિશન મેળવે એ માટે એને બધી જ સગવડ આપવામાં બંનેને કોઈ જ વાંધો ન હતો. પણ ધીમેધીમે ઋજુતા પોતાને કંઈક વિશિષ્ટ સમજવા લાગી હતી અને ઘરના સામાન્ય કામ માત્ર એની મમ્મી જ કરે એવું માનવા લાગી હતી. એક વખત જ્યારે મહેમાનોની સામે ઋજુતાએ એની મમ્મીને કહી દીધું કે “આ કામ મારું નથી તું જ પાણી આપ”. ત્યારે કેતનને પણ થયું કે ક્યાંક ચૂકી જવાયું છે. સ્નેહથી આપેલી સગવડને સંતાન અધિકાર સમજવા માંડે ત્યારે એને એની ફ્રજથી સભાન તો કરવા જોઈએ..

બીજે દિવસે ઋજુતાએ સવારમાં દૂધ અને નાસ્તા માટે બૂમ પાડી, પણ મનીષા ક્યાંય ન દેખાઈ. કેતને કહ્યું, “મમ્મી તો ઓફ્સિના કામથી બહાર ગઈ છે. કાલે આવશે. હું તારી જાગવાની રાહ જ જોતો હતો. ચાલ આપણે બે નાસ્તો અને દૂધ બનાવીએ..”

“હું?” ઋજુતા બોલી

“આપણે” કેતને કહ્યું , “મને આવડે છે? તું સાથે ચાલ. આપણે દૂધ ગરમ કરી ને ઉપમા ખાઈ લઈએ.”

અને એની સામે જોયા વગર રસોડામાં ગયો. કમને પાછળ ઋજુતા પણ ગઈ. અડધો કલાક બંને એ મથામણ કરી ત્યારે દૂધ ઉપમા ખવાયા.

“મોડું થઈ ગયું, ટયૂશનમાં રજા પાડી દઉં?” શ્રેયા પૂછે ત્યાં જ કેતને એને કહ્યું,”હું મૂકી જઈશ”.

ને બોલ્યો “મમ્મી તો ગરમ નાસ્તો, રસોઈ, દૂધ, ચા બધું આપે ને પછી સમયસર નોકરી પર હાજર, તને ખબર છે? એની ઓફ્સિમાં તો એને પટાવાળા ચા અને પાણી એના ટેબલ પર આપે, પણ ઘરમાં એ આપણને બધું હાથમાં આપે..”

“પણ આપણે નોકર કેમ નથી રાખતા એક્સ્ટ્રા?”

“બેટા રોજ કંઈ એટલું બધું કામ ન હોય. અને બધા કામ માટે નોકર ન રખાય, અને તને ભણાવવા પૈસા પણ બચાવવા પડશે. અને તારે શીખવું તો જોઈએ. જો  નાનો હતો ત્યારે લોકો છોકરાઓ પાસે કામ ન કરાવતા. પણ મારા બા કહેતા, “ઘરના કામ તો શીખવા જ જોઈએ. એમણે મને રસોઈ કરતા પણ શીખવ્યું. તો આજે હું બધી જ રીતે તારી મમ્મીને મદદ કરી શકું છું. તારે પણ શીખવું. તો જ સર્વાંગી વિકાસ થશે.”

“તો પછી અત્યાર સુધી તમે મને કેમ કંઈ કરવા નહોતા દેતા?”

એ મારી ભૂલ થઇ, પણ તું. ઘરના કામને હલકું સમજવા લાગી ત્યારે મને મારી ભૂલ સમજાઈ. પણ જગ્યા ત્યાંથી સવાર.

ને પછી ખરેખર સવાર થઈ ગઈ. ઋજુતા જીવનના પાઠ શીખી ગઈ.

[email protected]