વડોદરામાં વહુએ જ ઘરમાં કરી ચોરી અને મુદ્દામાલ આપ્યા પ્રેમીને અને પછી... - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરામાં વહુએ જ ઘરમાં કરી ચોરી અને મુદ્દામાલ આપ્યા પ્રેમીને અને પછી…

વડોદરામાં વહુએ જ ઘરમાં કરી ચોરી અને મુદ્દામાલ આપ્યા પ્રેમીને અને પછી…

 | 10:03 am IST

વડોદરામાં છાણી વિસ્તારમાં રહેતા વેપારીના મકાનમાં તાજેતરમાં થયેલી રૃ. ૪ લાખની ચોરીના બનાવનો ભેદ છાણી પોલીસે ઉકેલી નાંખ્યો છે. વેપારીના પુત્રવધુએ જ ચોરીનો પ્લોટ ઘડીને સોનાના દાગીના અને રોકડ રકમ પ્રેમીને આપ્યા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે. જે સીલસીલામાં વેપારીના પુત્રવધુ અને અમદાવાદ ધોળકા ખાતે રહેતા તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. મોટાભાગનો મુદ્દામાલ પોલીસે આરોપીના ધોળકા ખાતેના નિવાસસ્થાનેથી કબજે કર્યાે છે. પ્લાનિંગ કેવી રીતે કર્યાે તે દિશામાં પૂછપરછ શરુ કરી છે.

તપાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, બનાવ બન્યો હતો તે દિવસે પ્રદિપભાઈના પુત્રવધુ ભાવિકાબેને ફોન કરીને મમનુનખાનને ઘરે બોલાવી લીધો હતો અને એક થેલીમાં દાગીના તથા રોકડ રકમ આપીને ઘરેથી મોકલી દીધો હતો. આ પૈસામાંથી નવો ધંધો ચાલુ કરવાની મમનુનની યોજના હતી.

છાણી પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ચોરીના સિલસીલામાં ફરીયાદ નોંધાવનાર વેપારીના પુત્રવધુ ભાવિકા મયંક ઠકકર (રહે, અમીન નગર, છાણી રોડ) તથા મમનુનખાન મશરુરખાન પઠાણ (રહે, ધોળકા, અમદાવાદ)ની ધરપકડ કરવામાં આવી હતી. મુળ મુદ્દામાલમાંથી રૃ. ૩૦ હજાર રોકડા અને એક સોનાની વિટી રિકવર કરવાની બાકી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન