NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • થપ્પડ મારતાં પુત્રીએ માતા-બહેનને તલવારથી રહેંસી નાંખી

થપ્પડ મારતાં પુત્રીએ માતા-બહેનને તલવારથી રહેંસી નાંખી

 | 8:04 pm IST

ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતી જનેતાએ ઘરકામ બાબતે પુત્રીને ગઈ કાલે ઠપકો આપતાં મામલો ઉગ્ર બની ગયો હતો, જેથી માતાએ પુત્રીને થપ્પડ ઝીંકી દીધી હતી. ત્યારે આ વાતનું મનદુઃખ રાખીને યુવતી ક્રૂર બની ગઈ હતી અને આજે વહેલી સવારના અરસામાં તલવાર ધારણ કરી મોટી બે બહેનો તેમજ જનેતા પર નિદ્રાધીન હાલતમાં ઉપરા છાપરી પ્રહારો કરતાં માતા, પુત્રીનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક યુવતીને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

કાળજું કંપારી દેનારી ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે વહેલી સવારના 5 વાગ્યાના અરસામાં આ ચકચારી બનાવ બન્યો હતો. શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં સથવારા વાસમાં રહેતા અને કાપડનો ધંધો કરતા કસ્તૂર નાનજી કુંવરિયા દેવીપુજકની સૌથી નાની પુત્રી મંજુબેનને ગઈકાલે ઘરકામ બાબતે માતા રાજીબેન કસ્તુર દેવીપુજકે ઠપકો આપ્યો હતો, જેમાં મામલો વધુ બિચકતાં માતાએ પુત્રીને થપ્પડ ઝીંકી દીધી હતી.

માતાએ પુત્રીને થપ્પડ ઝીંકી દીધા બાદ સમગ્ર બનાવ પર પડદો પડી ગયો હતો. બીજીતરફ આ વાતનું મનદુઃખ રાખીને મનોમન ઘૂંટાતી મંજુબેન આજે વહેલી સવારના પ વાગ્યાના અરસામાં આવેશમાં આવી ગઈ હતી અને નિદ્રાધીન હાલતમાં બહેન આરતીબેન કસ્તુર દેવીપુજક (ઉ.વ.ર૭), મધુબેન કસ્તુર દેવીપુજક (ઉ.વ.રપ) પર ઉપરા છાપરી તલવાર ધારણ કરી જીવલેણ પ્રહારો કર્યા હતા. ત્યારબાદ આટલંુ ઓછંુ હોય તેમ માતા રાજીબેન પર પણ તલવારના તીક્ષ્ણ ઘા ઝીંકી દેતાં તેમણે રાડારાડ કરી મૂકી હતી, પરિણામે ઘર બહાર સૂતેલા આરોપણનો ભાઈ વિજય તેમજ પિતા અંદર દોડી ગયા હતા અને મંજુ પાસેથી તલવાર ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાય તે પહેલાં માતા, પુત્રીએ દમ તોડી દીધો હતો, પરંતુ મધુબેનને તાબડતોબ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં પુત્રીએ તલવાર વડે ઉપરા છાપરી પ્રહારો કરી માતા અને બહેનની કરપીણ હત્યા નીપજાવવાનો બનાવ સપાટી પર આવતાં સનસનાટી મચી ગઈ હતી. બીજીતરફ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ વિજય કસ્તુર દેવીપુજકની ફરિયાદ પરથી આરોપણ મંજુબેન સામે ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આરોપણની ઉમર જાણવા મેડિકલ ચકાસણી કરાશે
ગાંધીધામ એ ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ જે. પી. જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતંુ કે, હત્યાની ઘટના બાદ આજે આરોપણને રાઉન્ડઅપ કરી લેવામાં આવી હતી, પરંતુ મંજુબનની ઉમર અંગે અવઢવ સર્જાઈ છે, જેથી તેઓ ખરેખર સગીર છે કે પુખ્ત વયના તે જાણવા ભુજ મેડિકલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આરોપી યુવતી માનસિક અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું
ગાંધીધામમાં ઠંડે કલેજે પુત્રીએ માતા અને બહેનો પર તલવારથી પ્રહારો કરી બંનેને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ અંગે પીઆઈ જે. પી. જાડેજાએ જણાવ્યું હતું કે, ગુનામાં વપરાયેલી તલવાર કબજે કરી લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતાં આરોપણ માનસિક અસ્વસ્થ હોઈ તેની દવા પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.